કાઉન્ટર – એક અવલોકન- “Suresh Jani”

Standard

અમારી પાસે એક મિકેનિકલ કાઉન્ટર છે. આમ તો બાળકોને રમત રમાડવા માટે એ વપરાય છે. એક સ્વિચ દબાવીએ; એટલે એક આંકડો વધે. એકમાંથી બે, ત્રણ, ચાર પાંચ, છ … એમ.

નવમી વાર સ્વિચ દબાય એટલે ફરી શૂન્ય આવી જાય; અને દસકામાં શૂન્યના સ્થાને એક. આવા દસકે દસકે, દસકાનો આંક વધતો જાય. પછી શતકનો અને પછી હજારનો. બસ એમ જ કાઉન્ટર થડકારા લેતું આગળ ચાલ્યું જાય. 9999 નો આંક અને આખો ખેલ સમાપ્ત. ફરી એકડે એકથી નવી શરૂઆત. પણ દરેક આંકડો બદલાતા પહેલાં એ ટકટકીયાની ટક ટક તો ખરી જ !

લે કર વાત. એ તો એમ જ હોય ને? એમાં શી નવી વાત કરી?

મારાં અવલોકનોથી માહેર વાચક આગળના પેરા નહીં વાંચે, તો ચાલશે!

પણ ……

આ અવળચંડા અવલોકનકારની આંખ આગળ, આખાયે આયખાનું અવલોકન ઊભું થઈ ગયું.

( જોઈ લ્યો આ ‘અ’ ની જુગલબંધી ! )

જીવનનો પ્રવાહ રાબેતા મૂજબ એક એક પગથિયે, એક્ધારી રફ્તારથી આગળ વધતો રહે. એક અવસ્થા બદલાય અને બીજી નવી શરૂ થાય. બાળમંદિરનો પહેલો દિવસ અને રડવાનું. પ્રાથમિક શાળાનો પહેલો દિવસ અને નવા ભુલકાંઓ તરફ કુતૂહલભરી નજર. માધ્યમિક શાળામાં ડગલું ભર્યું અને જૂનાં મિત્રો છોડી, નવી મિત્રતાઓ બાંધવાની.

મધુરજનીની રાત્રે કદી ન અનુભવેલી, જિંદગીભર ટકનારી સુંવાળી સાહ્યબી અને ગરમા ગરમ શ્વાસનો ઉષ્માસભર સાથ. તો પહેલા નવાગંતુકની સાથે જ કિલકારીઓ અને રોકકળનો કલશોર અને ભીનાં પોતીયાં અને પા પા પગલી કરાવવાની જળોજથા. એમને ભણાવવાના અને ગણાવવાના અને પરણાવવાના અને છેવટે એ દિલના ટુકડાથી છૂટા પડવાનું.

ખુરશી પર ચઢવાનું અને ઊતરવાનું અને ખુરશી બદલવાની, તાળીઓના ગડગડાટથી હરખાવાનું અને પથ્થરોના મારથી ભાગવાનું.

અને આમને આમ આ માણસ ગલઢોય થઈ ગયો. પાંચ દાંત પડી ગયેલો, લથડેલ ચાલ વાળો, બાંકડે બેસી ગોઠડી કરતો, કરચલીઓથી ભરપૂર ચામડીવાળો, ચકચકાટ તાલવાળો, પણ દિલનો દિલદાર, નવો ડોસો મિત્ર!

ટક…ટક…ટક… ટક… કાઉંન્ટરનો ટકટકારો સતત સાંભળ્યા જ કરવાનો. દસકા ઊમેરાતા જાય અને નવા પ્રકરણમાં નવેસરથી એકડો ઘૂંટવાનો.

અને કાલે ડાઘુઓની કાંધે, નનામી પરેય પોઢી જાશું

કાઉન્ટરની લીલા સમાપ્ત.

કોઈ રીસેટ કરી આપે તો.. આંકડા બધા શૂન્ય કરી આપે તો …. આખો ખેલ નવેસરથી!

અને ખ્રિસ્તી કે મુસલમાન હો તો? કયામતના કે ચુકાદાના દિન ( Day of Judgement) સુધી કાઉન્ટર ખોટકાયેલું પડી રહે.

પણ એ કાઉન્ટર હાથમાં હોય ત્યાં સુધી?

ટક…ટક…ટક… ટક…
કે
લબ.. ડબ..લબ.. ડબ..લબ.. ડબ..લબ.. ડબ..
ચાલુ જ ચાલુ.

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

2 responses »

  1. પણ એ કાઉન્ટર હાથમાં હોય ત્યાં સુધી?

    ટક…ટક…ટક… ટક…કે લબ.. ડબ..લબ.. ડબ..

    ચાલુ જ ચાલુ.

    मानते रहे ये है काउन्टर हमारे हाथ है!
    मगर इस अज्ञान अवास्था मे जीवन पुर्ण हो जायेगा..
    टीक टीक ….टीक टीक चलता रहेगा,
    ह्रदय भी लब डब …लब डब करता रहेगा.
    ब्रेनके शुन्य फ्लॅट वेव होने पहले गाले ….
    मेरी नाड तुम्हारे हाथ हरी सवार रे रे.

    Rajendra M. Trivedi, M.D.

  2. મારી નાડ તમારે હાથ – – કેશવરામ April 10, 2010
    Filed under: Gujarati Bhajan, અંતરની વાણી — dhavalrajgeera @ 12:33 pm Edit This

    મારી નાડ તમારે હાથ
    મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે !
    મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે !

    પથ્યાપથ્ય નથી સમજાતું,
    દુઃખ સદૈવ રહે ઉભરાતું,
    મને હશે શું થાતું નાથ નિહાળજો રે !

    અનાદિ આપ વૈદ્ય છો સાચા,
    કોઇ ઉપાય વિશે નહિ કાચા,
    દિવસ રહ્યા છો ટાંચા વેળા વાળજો રે !

    વિશ્વેશ્વર શું હજી વિચારો,
    બાજી હાથ છતાં કાં હારો ?
    મહા મૂંઝારો મારો, નટવર ટાળજો રે !

    કેશવ હરિ મારું શું થાશે ?
    ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે !
    લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે !

    – કેશવરામ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s