જ્ઞાની અને અજ્ઞાની વિષે – SANT KABIR COLLECTION BY – http://ramanlal.wordpress.com/જ્ઞાની-અને-અજ્ઞાની-વિષે/ –

સામાન્ય

ૐ ૐ ૐ

જ્ઞાની અને અજ્ઞાની વિષે – (૧૭) – (૫૪૩ – ૫૭૬)
———————————————-
(૫૪૩) ઉજડ ઘરમેં બેઠકે, કિસકા લીજે નામ,
સાકુંઠ કે સંગ બેઠકે, ક્યું કર પાવે રામ.
ઉજડ ખાલી ઘરમાં બેસીને ત્યાં શું નામ લઈને કોને બોલાવશો. તેવી જ રીતે ઉજડ જેવી બુદ્ધિવાળા કુથલીખોર અજ્ઞાનીનો સંગ કરશે, તો તેવા પાસેથી રામનું જ્ઞાન કેમ કરી પ્રાપ્ત થશે.

(૫૪૪) સાકુંથ સાકુંથ કહા કરો, ફિટ સાકંથકો નામ,
તેહીસે સુવર ભલો, ચોખો રાખે ગામ.
જેના નામને ફિટકાર કરવો જોઈએ તેવા ચાડી ચુગલી કરનારા કુથલીખોર અજ્ઞાનીની સોબત કરવી નહીં. તેવા સાકુંથ કરતાં સુવર-ડુક્કર સારૂ છે, કે જે ગામને ચોખ્ખું રાખે છે.

(૫૪૫) હરિજનકી કુટીયાં ભલી, બુરી સાકુંથકી માય,
વોહ બેઠી હરિગુન સુને, વાં નિંદા કરત દિન જાય.
હરિજન એટલે સંતપુરૂષે પાળેલી કુતરી સારી, કે જે બેઠી બેઠી સમજ વગર પણ હરિની વાતો સાંભળે છે. જ્યારે અજ્ઞાની નિંદાખોરની મા બુરી છે, કે જે લોકની નિંદા કરવામાં દિવસો વિતાવે છે.

(૫૪૬) હરિજનકી લાતા ભલી, બુરી સાકુંથ કી બાત,
લાતોમેં સુખ ઉપજે, બાતે ઈજ્જત જાત.
સંત પુરૂષની લાત એટલે કે તેનો ઠપકો ખાવો સારો છે. કારણ તેનાથી તારી બુદ્ધિ સુધરતાં તને સુખ પ્રાપ્ત થશે. પણ નિંદાખોર અજ્ઞાનીની સોબત કરી, તેની વાતને રવાડે ચઢવાથી, તારી થોડી ઘણી બચેલી ઈજ્જત પણ જતી રહેશે.

(૫૪૭) સાકુંથ ભલેહી સરજ્યા,પર નિંદા કરંત,
પરકો પાર ઉતારકે, આપહી નર્ક પરંત.
સારૂં થયું કે અજ્ઞાની નિંદાખોર થયા. તેવાઓ સંત પુરૂષોની નિંદાથી તેમના પાપ ધોઈ તેવા સાધુને આ સંસાર સાગર પાર કરવામાં મદદરૂપ થઈ, જાતે પોતે નર્કે જાય છે.

(૫૪૮) જે રીતી સંતો તજે, મુંઢ તાહિ લલચાય,
નર ખાય કર ડારે, તો શ્વાન સ્વાદ લે ખાય.
જેમ માણસ જમી રહ્યા બાદ વધેલું એઠું બહાર નાંખે છે. તેને કુતરા સ્વાદ લઈ આનંદથી ખાય છે. તેમ સંતોએ પોતાના જીવનની મોહ-મમતાની રીત છોડી દીધી છે, તે મોહ-મમતામાં મુંઢો લલચાય છે.

(૫૪૯) હરિજન આવત દેખકે, મોંહડો સુક ગયો,
ભાવ ભક્તિ સમજ્યો નહિ, મુરખ ચુક ગયો.
સંત પુરૂષને સામે આવતો જોઈ, અજ્ઞાની મુઢથી તેને માનભેર આવકાર આપવાને બદલે તેનું મુખ સુકાઈ જાય છે. એવા મુરખાઓ ભાવ-ભક્તિ સમજે નહિં, અને સુખી થવાની હાથમાં આવેલી તકને ગુમાવે છે.

(૫૫૦) મખિયાં ચંદન પરહરે, જહાં રસ મિલે તહાં જાય,
પાપી સુને ન હરિ કથા, ઉંઘે કે ઉઠ જાય.
માખીઓ જેમ ચંદનના લાકડા પર બેસતી નથી, પણ જ્યાં દુર્ગંધમાં જ રસ હોય, તેને ગંધાતી વસ્તુ મળતી હોય ત્યાં જઈ બેસે છે. તેમ મોહ-મમતામાં ચકચુર પાપીઓ જ્યાં હરિ એટલે પરમાત્મ-જ્ઞાનની વાતો થતી હોય, તે સાંભળતા નથી. ઉલટા ત્યાં બેસી ઉંઘ કાઢે છે.

(૫૫૧) ભક્ત ભગવંત એક હય, બુજત નહિ અજ્ઞાન,
શિશ ન નાવે સંતકો, બહોત કરે અભિમાન.
પરમાત્મા જ્ઞાની સંત અને ભગવાન એક સમાન છે, જેની અજ્ઞાની લોકને જાણ નથી હોતી. એવાઓ બહુ જ અભિમાની હોય, સંત-સાધુઓ આગળ તેવાઓ અભિમાનને લીધે પોતાનું મસ્તક નમાવતા નથી.

(૫૫૨) પુર્વ જનમ કે ભાગસે, મિલે સંત કો જોગ,
કહે કબીર સમજે નહિ, ફિર ફિર ઈચ્છે ભોગ.
કબીરજી કહે છે! કે આગલા જન્મમાં કરેલા પૂણ્યથી બનેલા નસીબને લીધે, આ જન્મમાં સંત પુરૂષ મળ્યા છે. છતાં તેમના બોધથી ઉગરી જવાને બદલે, જાણી જોઈ ફરી ફરીને વિષય ભોગની ઈચ્છા કરી, સંસારના ચક્રમાં ફસાયા કરે છે.

(૫૫૩) જહાં જૈસી સંગત કરે, તહાં તૈસા ફલ ખાય,
હરિમારગ તો કઠન હય, ક્યું કર પેઠા જાય.
જ્યાં આગળ જેની સંગત કરી જેવું વર્તન કરશે, ત્યાં આગળ તને તે પ્રમાણેનો જ ફળ લાભ થશે. હરિમારગ એટલે પરમાત્માના જ્ઞાનનો રસ્તો એટલો બધો કઠણ સુક્ષ્મ ઝીણો છે. તે મારગમાં મુઢ કેમ કરી પેંસી શકશે? એટલે કે મોહમમતામાં સખત રીતે જકડાયેલા છે, તેને એ જ્ઞાનની સમજ કોઈ પણ રીતે પડશે નહીં.

(૫૫૪) જ્ઞાનીકો જ્ઞાની મિલે, તબ રસ કી લૂટા લૂટ,
જ્ઞાની કો અજ્ઞાની મિલે, તો હોય બડી માથાકૂટ.
જ્યારે જ્ઞાની સંત પુરૂષને તેના જેવા જ સંત મલી જાય ત્યારે તેઓ પરમાત્માના જ્ઞાનરસમાં તરબોળ થઈ જાય છે. પણ જ્યારે તેવા જ્ઞાનીને સંસારના હેવાયાં અજ્ઞાની જેને પોતાને જ ખબર નથી કે તેને શું જોઈયે છે? તે વિષે પૂછે છે. ત્યારે તેવાઓ ખરેખર સંત પુરૂષનું માથું પકવી જાય છે.

(૫૫૫) કાજળ તજે ન શ્યામતા, મુખટા તજે ન શ્વેત,
દુરીજન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત.
આંખે આંજવાની મેશ એની કાળાશ છોડતી નથી, તેમ હંસ કે મોતી એનો સફેદ રંગ છોડતા નથી. તેવી જ રીતે દુર્જન જે ખરાબ સ્વભાવનો હોય, તે એનો કુટિલપણું એટલે કપટવાળું વર્તન છોડતો નથી. અને સંતજન જેનો પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય તેનું હેત છોડતો નથી.

(૫૫૬) હરદી જરદી ના તજે, ખટરસ તજે ન આમ,
ગુણીજન ગુનકો ન તજે, અવગુણ તજે ન ગુલામ.
હળદર પોતાની પીળાશ છોડતી નથી, અને કાચી કેરી પોતાની ખટાશ છોડતી નથી. તેમ જ સંતજ્ઞાની પોતાનો સદગુણ છોડતા નથી. અને જે મોહ-માયાના વિષયોના ગુલામ છે તેઓ પોતાના અવગુણ છોડતા નથી.

(૫૫૭) દુરિજન કી કરૂણા બુરી, ભલો સજ્જન કો ત્રાસ,
સુરજ જબ ગરમી કરે, તબ બરસન કી આશ.
દુષ્ટ માણસની કરૂણા દયાની આશા રાખવી એ સારૂં નથી. એના કરતાં સંતજનનો ગુસ્સો કે ઠપકો મળવો તે સારૂં છે. જે થકી ચિત્તની શુદ્ધિ થવાથી તને શાંતિ પ્રાપ્ત થશે. જ્યારે સુરજ સખત ગરમ થાય ત્યારે જ વરસાદ પડી લોકોને શાંતિ મળે છે.

(૫૫૮) કછુ કહા નીચ ન છેડીયે, ભલો ન વાંકો સંગ,
પથ્થર ડારે કિચમેં, તે ઉછલી બીગાડે અંગ.
જે નીચ સ્વભાવનો છે તેને કદીપણ છેડવો નહી. તેની સંગત જ ન કરવી તે જ સારૂં છે. એ તો એના જેવું છે કે તું કિચ્ચડમાં જોરથી પથ્થર નાંખશે, તો તેનો કાદવ તારા પોતાના શરીર પર જ ઉડશે.

(૫૫૯) ખુડિયા તો ધરતી ખમે, કાટ ખમે વનરાય,
કઠન બચન તો સાધુ ખમે, દરિયા નીર સમાય.
જેમ ધરતીને માણસો ખોદે છે, તે ધરતી ખમી લે છે. અને માણસો ઝાડોને કાપે છે, તેને જંગલ ખમી લે છે. જેમ કેટલીયે નદીનું પાણી દરિયો સમાવી લે છે, તેમ સંતજનો લોકોનાં કઠણ વચનો ખમી લે છે.

(૫૬૦) તરવર કદી ન ફળ ભખે, નદી ન સંચે નીર,
પરમારથ કે કારને, સંતો ઘસે શરીર.
ઝાડ પોતાનાં ફળ બીજાને આપે છે પણ પોતે ખાતું નથી. નદી પોતાનું પાણી બીજાને વાપરવા દે છે, પણ પોતે તેનો સંચય કરતી નથી. તેમ સંતજનો લોકોના ભલા માટે પોતાનું શરીર ઘસી નાંખે છે.

(૫૬૧) તરવર સરવર સંતજન, ચૌથા બરસે મેહ,
પરમારથ કે કારને, ચારોં ધર્યા દેહ.
તરૂવર એટલે વનસ્પતિ, સરોવર, વરસાદ અને સંત પુરૂષ એ ચારોંએ લોકોના ભલા ખાતર શરીર ધારણ કર્યા છે.

(૫૬૨) ચંદા સુરજ ચલત ન દીસે, બઢત ન દીસે બેલ,
હરિજન હર ભજતા ન દીસે, એ કુદરતકા ખેલ.
કુદરતની રમત એવી છે કે, જેમ ચાંદો સુરજ ચાલતા નથી દેખાતા અને વનસ્પતિનો વેલો વધતો જણાતો નથી. તેમ સંત-મહાત્માને હરિની ભક્તિ ભજન કરતા જોઈ શકાતા નથી. કારણ તે પરમાત્મા સ્વરૂપ થઈ ગયેલો હોય છે.

(૫૬૩) સાધ સતી ઓર સુરવા, જ્ઞાની ઓર ગજદંત,
એ તો નિકસે બહોરહિ, જો જુગ જાય અનંત.
સાધુ પુરૂષ, સતી સ્ત્રી, શુરવીર લડવૈયો, જ્ઞાની સંત અને હાથીના બહાર દેખાતા દાંત, એ અંત વગરના યુગો જતા રહેશે તો પણ તેઓ આ દુનિયામાં દેખાયા કરશે.

(૫૬૪) ભગત બીજે પલટે નહી, જો જુગ જાય અનંત,
જહાં જાય તહાં અવતરે, તોય સંતકા સંત.
સંત મહાત્મા પોતાનું બીજ એટલે પરમાત્માની સાથે એક થઈ ગયેલો તેનો સ્વભાવ બદલાતો નથી. તેવો સંત કેટલાયે જમાના વહી જાય તેમજ જે સ્થળ અને જે વર્ણમાં જન્મશે તો પણ તે સંતનો સંત જ રહેશે.

(૫૬૫) દાઘ જ લાગા નીલ કા, સો મન સાબુ ધોય,
કોટ કલ્પ તક સમજાઈએ, કઉવા હંસ ન હોય.
જેમ કાળી નીલ સાહીનો રંગ સો મણ સાબુથી ધોવાતો નથી, તેમ કપટી કાગડા જેવા મોહ મમતામાં ગળાબુડ રહેલા માણસને કરોડો કલ્પો સુધી જ્ઞાનનો બોધ આપવાથી, તે કાગડો મટી હંસ એટલે સંત મહાત્મા થવાનો નથી.

(૫૬૬) કપટી કદી ન ઓધરે, સો સાધન કો સંગ,
મુજ પખાલે ગંગમેં, જ્યું ભીંજે ત્યું તંગ.
જેમ ગંગાના પાણીમાં મુંજના છોડને જેટલું પલાળીયે, તેટલું તે પોચું થવાને બદલે કઠણ થાય છે. તેમ સો સંત મહાત્માના બોધ થકી કપટી મનનો માણસ કદી પણ સુધરશે નહિં.

(૫૬૭) સજ્જનસે સજ્જન મિલે, હોવે દો દો બાત,
ગધાસે ગધા મિલે, ખાવે દો દો લાત.
સંતજનને સંતપુરૂષનો મેળાપ થાય ત્યારે તેઓ એક બીજાને સતસંગની જ એક બે વાત કરતા હોય છે. જ્યારે ગધેડા જેવા મનુષ્યો એક બીજાને મળે, ત્યારે ગધેડાની જેમ લાતમ લાત કરતા હોય છે. એટલે કે લડતા ઝઘડતા હોય છે.

(૫૬૮) જો જાકો ગુન જાનત, તો તાકો ગુન લેત,
કોયલ આમલી ખાત હય, કાગ લિંબોરી લેત.
જેમ કાગડાને કડવા લીમડાની મીઠી લીંબોળીની ખબર હોય, તેને જ ખાય છે. અને કોયલ ખાટી આમલીને ખાય છે. તેમ જેને સદગુણ જ ખપતા હશે તે સંતની પાસેથી સદગુણ મેળવશે, અને મોહ મમતાના મુઢો, ઢોંગી ધુતારાઓ પાસે જઈ પાપ વધારતા જશે.

(૫૬૯) ખાંડ પડી જો રેતમેં, કીડી હો કર ખાય,
કુંજર કહાડી ના શકે, જો કોટી કરે ઉપાય.
રેતીમાં પડેલી ખાંડને હાથી જેવા થવાથી નહીં પકડી શકાય, એ તો કીડી જેવો થાય તો જ પકડી શકે. તેમ પરમાત્માનું જ્ઞાન સુક્ષ્મ ઝીણી બુદ્ધિથી ગ્રહણ થઈ શકે. મોહ મમતામાં મુઢની દુર્બુદ્ધિથી નહીં.

(૫૭૦) જામેં જીતની બુદ્ધિ, તિતના વોહ કર બતાય,
વાકો બુરા ન માનીયે, બહોત કહાંસે લાય.
જેનામાં જેટલું સમજવાની બુદ્ધિ હોય, તેટલું જ તે કરી બતાવશે. આપણા મનમાં તેને માટે ખોટું કે બુરાની ગાંઠ બાંધવી નહીં. જેનામાં વધારે સમજવાની બુદ્ધિ જ નથી તે વધારે ક્યાંથી લાવે?

(૫૭૧) જલ જ્યું પ્યારી માછલી, લોભી પ્યારા દામ,
માત પ્યારા બાળકા, ભક્તિ પ્યારી રામ.
જેમ માછલીને પાણી વ્હાલું છે, લોભીયાને પૈસા વ્હાલા છે અને માતાને તેનું બાળક વ્હાલું છે. તેમ રામને તેની સાથે ઐક્યતા કરવા લાયક ભક્ત વ્હાલો છે.

(૫૭૨) ચાતુર કો ચિન્તા ઘની, નહિ મુરખ કો લાજ,
સર અવસર જાને નહિ, પેટ ભરેંસે કાજ.
ચતુર જ્ઞાની પુરૂષને તન-મનને વર્તન વિચારમાં કેમ યોજવું તેની ચિન્તા હોય છે. જ્યારે મુર્ખ સારો નરસો વખત વિચાર્યા વગર પશુવત પેટ અને ઈંદ્રિયોને સંતોષવામાં મશગુલ રહે છે.

(૫૭૩) કંચન કો કછુ ના લાગે, અગ્નિ ન કીડા ખાય,
બુરા ભલા હો વૈશ્નવા, કદી ન નર્કે જાય.
જેમ કંચન એટલે સોનાને કાટ લાગતો નથી, અગ્નિ એને નહિં બાળતાં ચોખ્ખું કરે છે અને કીડા તેને ખાતા નથી. તેમ દુનિયાની નજરે ભલા બુરા જણાતા સંતો પરમાત્મામાં જ લીન રહેતા હોય, કદી પણ નર્કે જતા નથી.

(૫૭૪) બહેતા પાની નિર્મલા, બન્ધા ગન્ધા હોય,
સાધુ તો રમતા ભલા, દાઘ ન લાગે કોય.
જેમ વહેતું પાણી નિર્મળ ચોખ્ખું રહે છે. તેમ સંતસાધુ ફરતા રહે, તો તેમને ઘેરાયેલું પાણી ગંદુ રહે છે, તેમ મોહ મમતામાં ગળાબુડ સંસારીઓનો કોઈ પણ દાઘ લાગે નહિં.

(૫૭૫) ઈશ્ક, ખુન્નસ, ખાંસી, ઓર પીવે મદ્યપાન,
એ સબ છુપાયા ન છુપે, પ્રગટ હોય નિદાન.
જેમ કપટી ઝઘડાખોર સંતાયેલા રહેતા નથી. તેમ પ્રેમ, પ્રીત, ક્રોધાગ્નિ, ખોંખલી ખાંસી, ગાંજો, અફીણ અને દારૂનું કરેલું સેવન પ્રગટ થઈ જાય છે.

(૫૭૬) પ્રીત પુરાની ન હોત હય, જો ઉત્તમસે લાગ,
સો બરસ જલમેં રહે, પથ્થરા ન છોડે આગ.
જેમ ચકમકનો પથ્થર સો વરસ સુધી પાણીમાં રહે તો પણ તેનામાં રહેલો અગ્નિ છોડતો નથી. તેમ ઉત્તમ સંતમહાત્માની પ્રીત કદી પણ જુની પુરાણી થઈ ઓછી થતી નથી.

ૐ ૐ ૐ

Thanks to

http://ramanlal.wordpress.com/જ્ઞાની-અને-અજ્ઞાની-વિષે/

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

2 responses »

  1. અજ્ઞાની તો અંધકારમાં ભટકે જ છે, પરંતુ જ્ઞાની મહાઅંધકારમાં ભટકી જાય છે’ — ઉપનિષદો આવું એ જ્ઞાનીઓ માટે કહે છે, જેઓ આત્મજ્ઞાની થયા વગર જ્ઞાની થઇને ફર્યા કરે છે.ઉપનિષદો આવું એ જ્ઞાનીઓ માટે કહે છે, જેઓ આત્મજ્ઞાની થયા વગર જ્ઞાની થઇને ફર્યા કરે છે. તેઓ પોતે ભટકેલા હોય છે અને બીજાઓને પણ ભટકાવતા હોય છે. આ જ્ઞાનીઓ બાળક જેવી નિર્દોષતા તથા બાળસુલભ સંવેદનશીલતા અને વિસ્મયબોધ ખોઇ ચૂકયા હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s