યોગ: ઈશ્વર સાથેની ઍકરૂપતા નું ગૂઢ રહસ્ય. * Collection By P. Vyas.

Standard

યોગ: ઈશ્વર સાથેની ઍકરૂપતા નું ગૂઢ રહસ્ય.
યોગ ની સંજ્ઞા જાત જાતની હિન્દુ પ્રક્રિયાઓ માટે વપરાય છે. તેથી યોગની ચર્ચા કરતી વખતે ઍ સ્પષ્ટ કરવાનું ઉપયોગી થાય કે ચોક્કસ કયા યોગની ચર્ચા થઈ રહી છે. પેનલની ચર્ચામાં જે યોગનો નિર્દેશ છે તેને સામાન્ય રીતે અષ્ટાંગ યોગ તરીકે ઓળખાય છે. અષ્ટ ઍટલે આઠ અને અંગ ઍટલે શરીરના અવયવ. માન્યતા ઍ છે કે યોગની આ પ્રણાલીમાં ઍક પછી ઍક આઠ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પાતાંજલી ઋષિ ઍ પહેલી વ્યક્તિ હતાં કે જેમણે સૌ પ્રથમ ચાલી આવતી અર્વાચીન યોગ પ્રણાલીને પદ્ધતિસર રીતે રજૂ કરી. પોતાનાં નામાંકિત સાહિત્યિક રૂપ યોગ સુત્રો દ્વારા તેમણે આ કાર્ય ઈસુનાં ૨૦૦ વર્ષ પૂર્વે કર્યું. મારી આ રજુવાતમાં હું જ્યારે યોગ શબ્દનો ઉપયોગ કરું છું ત્યારે મારો નિર્દેશ અષ્ટાંગ યોગ તરફ છે.

વામદેવ શાસ્ત્રી લેખક તરીકે જાણીતા છે. તે જેઓ યોગ, જ્યોતિષ અને આયુર્વેદનાં લેખક તરીકે જાણીતા છે, કહે છે કે “યોગ ના દ્વારા ચિંતન અને ધ્યાન પ્રક્રિયા બહુ જાણીતી નથી. આજે યોગ મોટા ભાગે તેનાં આસનો માટે સૌથી વધુ લોકપ્રિય છે. જ્યારે તેની સરખામણીમાં બુધ્ધ ધર્મ તેની ધ્યાન પ્રણાલીઓ અને ખાસ કરીને ઝેન અને વીપાસના જેવા ધ્યાન માર્ગો માટે વધુ જાણીતો છે. પશ્ચિમમાં ઘણાં લોકો જેમણે યોગનો અભ્યાસ કર્યો છે તેઓ પણ ધ્યાન માટે તો બુધ્ધ ધર્મની ધ્યાન પધ્ધતિઓ તરફ ઍ જાણ્યા વગર વળે છે કે ધ્યાન નાં યોગિક તેમજ વેદાંતિક માર્ગો છે જે અસલથી કેવળ યોગ પ્રક્રિયાનો ભાગ છે ઍટલુંજ નહીં પરન્તુ યોગ શિક્ષણનાં પાયરુપ છે. ૨૦૦ યોગ સુત્રો માંથી કેવળ ત્રણ જ સુત્રો આસનો અંગે નાં છે. મહત્તમ સુત્રો ધ્યાન, તેની પધ્ધતિ અને પરિણામો અંગેનાં છે.”

યોગનાં ધ્યાન માર્ગને સમજવા માટે સંક્ષેપમાં તેનાં આઠ અંગો કે કક્ષાઓ પર દ્રષ્ઠિક્ષેપ કરવો મદદરૂપ થાય. પહેલુ અંગ યમ ઍટલે કે સંયમપુર્વક નીતિમત્તા જેનો સૌથી મહત્વનો અંશ ઍટલે અહિંસા. બીજું અંગ નિયમ જેમાં નિશ્ચિત ધાર્મિક વિધિઓનું પાલન જેવીકે ઘરના મંદિરની મુર્તિઓની નિયમિત પૂજા અને મંત્ર્રોચ્ચારનો સમાવેશ થાય છે. આસન ઍ ત્રીજું અંગ જેમાં જુદી જુદી શારીરિક ક્રીયાઓ જે ઘણી પ્રચલીત છે અને નિયમિત કરાતી હોય છે અને જેને હઠ યોગ કહેવાય છે તે છે. બાકીનાં પાંચ અંગો ધ્યાન, પ્રાણાયામ, શ્વાસ નિયમન, પ્રત્યાહાર, વિરકત્તા, ધરણા, ઍક્ચિત્તતા, ધ્યાન, અંતરમુખતા તેમજ સમાધી, પરમાનંદ સ્થિતિ અને પ્રભુ સાથેની ઍક્તા અંગેનાં છે.

કેટલીકવાર ઍવું કહેવામાં આવે છે કે યોગનું મૂળ હિન્દુ છે. વનસ્પતીશાસ્ત્ર સાથેની તુલના વિકસવતાં હું સ્વીકારીશ કે હા, યોગનું મૂળ શાસ્ત્રોમાંનો તેનો ઉદભવ હિન્દુ છે. પરંતુ યોગનું તત્વ, તેની પદ્ધતિઓ તે પણ હિન્દુ છે. યોગનું ફુલ- ઈશ્વર સાથેની ઍકતા અને ગૂઢ અગમ્યતા ઍ પણ હિન્દુ છે. બીજા શબ્દોમાં કહીયે તો યોગ, તેની સંપૂર્ણ ભવ્યતા સાથે આધુનિક હિન્દુત્વનો ઍક ભાગ છે.

દુનિયાભરમાં આજે હિન્દુ સમાજો ઠેર ઠેર મોટાં પ્રમાણમાં યોગનું પાલન કરે છે. હિન્દુ સિવાયનાં અન્ય ધર્મી પણ યોગનું પાલન કરે છે ઍ હકીકત ને લીધે યોગ કાંઇ હિન્દુ પદ્ધતિ મટી જતી નથી. આ સંદર્ભમાં આપણે બુધ્ધ ધર્મની લોકપ્રિય વીપાસના પધ્ધતિ સાથે સરખામણી કરીઍ. બુધ્ધ ધર્મી ન હોય તેવા લોકોઍ વીપાસના પધ્ધતિ અપનાવી છે તેથી તે કાંઇ બુધ્ધ ધર્મની પધ્ધતિ કે બુધ્ધ ધર્મમાંથી ઉદભવેલી પધ્ધતિ મટી જતી નથી.

શું હિન્દુ ન હોય તેવા લોકો યોગનો લાભ લઈ શકે? દેખીતી રીતેજ હિન્દુ સિવાયનાં ઇત્તર ધરમીઓ સહિત વધુને વધૂ લોકો આજે આ શક્ય છે તેવું સ્વીકારે છે. દાખલા તરીકે ન્યૂસવિક ઑગસ્ટ ૨૦૦૯ માં ઍક મંતવ્ય વ્યક્ત કરતા લેખનું શીર્ષક હ્તું: “આપણે બધાં હવે હિન્દુ છીઍ.” તે લેખમાં બોસ્ટન યુનિવર્સિટીનાં ધર્મ વિષયનાં અધ્યાપક સ્ટીફન પ્રોથેરોનું ઍવુ મંતવ્ય ટાંકેલું કે “અમેરિકનોનો ઝુકાવ દિવ્યતાની હાટડી માંથી જે ગમે તે લેવાનો છે. તેઓ કહે છે કે જુદા જુદા ધર્મોમાંથી તમે જે ગમે તે પસંદ ઍટલા માટે નથી કરતા કેમકે બધા ધર્મો સરખા છે. ઍ રુઢિચુસ્તતા નથી પણ વ્યવહારુ નીતિ છે. જો યોગમાં જવાથી ફાયદો થાય તો ઉત્તમ અને ખ્રિસ્તી ચર્ચની પ્રાર્થનાથી લાભ થાય તો તે ઉત્તમ, અને જો ખ્રિસ્તી ચર્ચની પ્રાર્થના સાથે સાથે યોગમાં જવા ઉપરાંત વળી બુધ્ધ ધર્મની વીપાસનાથી કામ થતું હોય તો તે પણ ઉત્તમ.”

જોકે ઍ પણ સાચું છે કે કેટલાક ધર્મનાં નેતાઑઍ તેમનાં અનુયાયીઓ યોગ ક્રીયાઓ કરે તેનો વિરોધ કર્યો છે. દાખલા તરીકે વેટીકને પાછલા કેટલાક વર્ષોમાં યોગની સામે સંખ્યાબંધ ચેતવણીઓ જાહેર કેરી છે. ૧૯૮૯ માં વેટીકને અનુયાયીઓને ચેતવણી આપી કે ઝેન અને યોગ જેવી ક્રીયાઓ કરવાથી ઍવી શારીરિક ગ્રંથી બંધાય કે જે ખ્રિસ્તી પ્રાર્થનાનાં મૂળ ઉખડે. ઈશ્વરમાં પ્રેમ ઍ જે ખ્રિસ્તી મનોધારા નો આશય છે તે વાસ્તવમાં કોઈ પદ્ધતિ કે ક્રીયાઓથી આત્મસાત્ ન કરી શકાય.

૨૦૦૮માં મલેશિયાની આગળ પડતી ઇસ્લામિક કૌંસિલે ઍક ફતવો બહાર પાડી દેશનાં મુસ્લિમોને ઍ ડરથી યોગનું પાલન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો કે યોગનું હિન્દુ મૂળ તેમને લલચાવી શકે. કૌંસિલનાં અધ્યક્ષ અબ્દુલ શુકોર હુસૈને આ પ્રતિબંધનો ખુલાસો કર્યો. “અમે ઍ મતનાં છીઍ કે યોગ જેનું મૂળ હિન્દુ ધર્મમાં છે તેમાં શારીરિક કસરતો, ધાર્મિક તત્વો, મંત્રજાપ અને પ્રાર્થના ઍ બધાનો આંતરિક શાંતિ મેળવવા માટે અને અંતમાં પ્રભુ સાથે ઍકરૂપ થવાનો સમાવેશ થાય છે. અમારા માટે યોગ ઍક મુસ્લિમનાં ધર્મ તરફની નિષ્ઠાનો નાશ કરે છે. શારીરિક કસરતો મેળવવાનાં બીજા રસ્તાઓ છે જેમકે તમે સાઇકલિંગ કરી શકો કે તરવા જઈ શકો.”

વેબસાઈટો ની છણાવટ માં ઍક બીજું માહીતીસભાર ઉદાહરણ હાથ આવ્યું. ઈંગ્લેન્ડનાં હેન્હેમ ખાતેનાં સેંટ મેરી ચર્ચનાં વિકાર રેવ્રન રિચર્ડ ફરે ૨૦૦૧ માં ઍક ઍવો નિર્ણય લીધો કે જે ઈસેક્સ ગામ અને અન્યત ચર્ચાનો વિષય બન્યો. યોગનાં રસિયા ઍવા ૧૬ ઉત્સાહી જણનાં જુથ ઉપર તેમણે ચર્ચનાં હોલમાં યોગ શિક્ષણ લેવા ઉપર પ્રતિબંધ મૂક્યો. તેમણે કહ્યું કે “યોગ ઍ બિનખ્રિસ્તિ પદ્ધતિ છે. હું ઍ સ્વીકારું છું કે કેટલાક લોકો માટે ઍ કેવળ ઍક કસરત છે. પરંતુ ઘણીવાર તે પુર્વની ગૂઢ અગમ્યતા સહિતની બીજી આધ્યાત્મિક વિચારધારા તરફ દોરતું મુખ્યા દ્વાર બની રહે છે.”

જે ખ્રિસ્તી અને મુસ્લિમ નેતાઓનો ઉપર ઉદાહરણ રૂપે અમે ઉલ્લેખ કર્યો તેમણે ઍવી તો કોઈ દહેશત ઉચ્ચારી નથી કે યોગની ક્રીયાઓનાં પરિણામે હિન્દુ ધર્મમાં તેમનાં લોકોનું પરિવર્તન થાય છે. અને છતાં પણ ત્રણે જણાઍ ઍવી ચિંતા ઉત્ચ્ચારી કે યોગની પધ્ધતિ તેમનાં ધર્મનાં સિધ્ધન્તોથિ વિપરીત છે. જેમકે અબ્દુલ હુસેને જણાવ્યું “યોગ મુસ્લિમ ધર્મનો નાશ કરે છે.”

આનાંથી સંભવત: પ્રશ્ન ઉદભવે છે કે ” યોગનાં સિધ્ધાંતો શું છે?” આનો અધિકૃત જવાબ ઘણાં નામાંકિત આધુનિક યોગ ગુરુઓમાંનાં ઍક શ્રી બી. કે. આયંગરનાં શિક્ષા લેખોમાંથી મળે છે. તેમની યોગ પધ્ધતિ જેને આયંગર યોગ કહેવાય છે તે ઘણી લોકપ્રિય છે. આ લોકપ્રિયતા તેમની વેબસાઇટ ઉપર જે તેમનાં યોગનાં હજારો શિક્ષકોની યાદી આપી છે તેનાં ઉપરથી ફલિત થાય છે. તેમનાં શિક્ષા લેખમાં ” યોગ શું છે?” ઍ વારંવાર પુછાતા પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે કે ” યોગ ઍ ભારતીય ફિલસૂફિની છ પધ્ધતીઓમાંની ઍક પધ્ધતિ છે. યોગ શબ્દનો મૂળ સંસ્કૃત શબ્દ “યુજ” માંથી ઉદભવ્યો છે. યુજ ઍટલે ઍક્ત્રિત થવું. આધ્યાત્મિક ફલક ઉપર તેનો અર્થ વ્યક્તિગત આત્માનું વૈશ્વિક બ્રહ્મમાં ઍકરૂપ થવું. પાતંજલી ઋષિ ઍ તેમનાં યોગ સૂત્રોમાં આ વિષયનું આવું નિરૂપણ કરેલું છે.”

બીજા ઍક લોકપ્રિય યોગ ગુરુ અને વિક્રમ યોગના સ્થાપક શ્રી વિક્રમ ચૌધરી ઍ ઍજ પ્રમાણે પોતાની વેબસાઈટ પર યોગની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે “યોગ ઍટલે વ્યક્તિગત આત્મા (આત્મન) નું વૈશ્વિક આત્મા (આત્મન) માં મિલન. તેઓ જણાવે છે કે “આત્મન” અને “બ્રહમન” ઍ હિન્દુ વિચારધારાઓની સંજ્ઞા ઓ મનનાં સંદર્ભમાં યોજાય છે પરંતુ વાસ્તવમાં તે ઍકરૂપ છે.”

દેખીતી રીતે યોગની પધ્ધતિઓ જેવીકે “ઓહમ્” નો મંત્રોચ્ચાર- કેવળ ઍજ યોગને હિન્દુ બનાવતી નથી પરંતુ તેનું સ્વયં તત્વજ્ઞાન, યોગની ફિલસૂફી જેનું ધ્યેય ગૂઢ અગમ્યતાનો અનુભવ કરવો અથવા વધુ સ્પષ્ટ રૂપે કહીયે તો આત્માની પરમાત્મા સાથેની ઍકરૂપતાનો અગમ્ય અનુભવ કરવો ઍ છે અને કેન્દ્રસ્થાને રહેલી તેની આ વિશેષતા તેને અસ્સલ હિન્દુ બનાવે છે.

સારાંશ: યોગને તેનાં તત્વજ્ઞાન. અધ્યાત્મ અને સસ્કૃતિ સ્વરૂપનાં પાયા નાં મૂલ્યોવિહોણી શારીરિક કસરતની પધ્ધતિ ગણવી ઍ મૂર્ખતા છે. આત્મજ્ઞાનની આ મહાન પ્રણાલિનાં મૂળ સ્પષ્ટ રીતે હિન્દુ શાસ્ત્રોમાં છે. દરેક રીતે ઍનો માર્ગ ધાર્મિક પધ્ધતીનો છે અને ઍનું ધ્યેય દિવ્યપ્રકાશ અને આત્મચેતના પામવામાં છે. બીજા જે ધર્મોનાં અનુયાયીઓને તેમનાં ધાર્મિક નેતાઓનાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર સાથેની ઍકરપતા અને અગમ્યતા સ્વીકાર્ય ન હોય તેમનાં માટે આ સલાહરૂપ માર્ગ ન પણ હોય. જેઓ ઉદાર ધર્મો સાથે જોડાયેલાં છે અને જેમને વિધિસરનાં કોઈ ધાર્મિક બંધનો ન હોય તેઓ ચોક્કસરૂપે યોગ પધ્ધતિનો શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે તેનો લાભ લઈ શકે. અલબત્ત, યોગ માર્ગે જનારાઓ માટે ઍક સાવધાની, ધીરે ધીરે જે કાઈં અસ્તિત્વમાં છે તેની વધુ ને વધુ ઍકરૂપતા સ્વીકારવા તૈયાર રહેવું પડશે!

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

4 responses »

  1. Response from શરદ.

    પ્રિય મિત્રો

    પ્રેમ્;

    મારી સમજ મુજબ હિન્દુ એ અન્ય ધર્મોની માફક કોઈ ધર્મ નથી. ખ્રિસ્તી, મુસલમાન, જૈન્ બુધ્ધ કે શીખ ધર્મમાં તેમના ધર્મના સ્થાપક તરીકે જીસસ, મહમ્મદ, મહાવીર, બુધ્ધ કે ગુરુ નાનકનું નામ તમે લઈ શકો. અથવા તેમના ધર્મ ગ્રંથ તરીકે તમે બાઈબલ, કુરાન, કલ્પસૂત્ર, ધમ્મપદ કે ગુરુગ્રંથ સાહેબને ગણાવી શકો. પરંતુ આવું હિન્દુ ધર્મ માટે શક્ય નથી. હિન્દુ એ એવા લોકોનો સમુહ છે જે પ્રત્યેક માર્ગ જે પરમાત્મા સુધી પહોંચતો હોય તેનો સ્વિકાર કરે છે અને તેનો સમાદર કરે છે.એટલે હિન્દુમા ક્રુષ્ણ છે અને ક્રુષ્ણની ગીતા છે, શિવ છે અને શિવનુ શિવ સૂત્ર કે તંત્રસૂત્ર છે, પતંજલી છે અને પતંજલીનુ યોગસુત્ર છે,નારદ છે અને નારદ નુ ભક્તિસૂત્ર છે અનેક ઊપનિષદો છે અનેક ધારાઓ છે અને બધી ધારાઓ ને સમાદર મળેલ છે. તમે કોઈ એક ધર્મ સ્થાપકનુ નામ લઈ ન શકો કે કોઈ એક ને હિન્દુ ધર્મનુ ધર્મ પુસ્તક ગણી ન શકો. અનેક ધર્મોનો સમૂહ છે હિન્દુ ધર્મ. જેમ અનેક ધારાઓ મળીને ગંગાનુ સર્જન થયું છે તેમ હિન્દુ ધર્મનુ અવતરણ થયું છે.
    બીજી વાત યોગ એ એક વિજ્ઞાન છે અને વિજ્ઞાનની શોધ હિન્દુ, ખ્રિસ્તી કે મુસલમાને કરી તે મહ્ત્વનુ નથી. વિજ્ઞાનનો માનવ કલ્યાણમા કેટલો સારી રીતે ઉપયોગ કરી શકાય તે વધૂ મહત્વનૂ હોય છે.પતંજલી ના અષ્ટાંગ યોગ માં તેને માનવીના બાહ્ય દેહ અને સુક્ષમ દેહનો તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી અષ્ટાંગ યોગ ની રચના કરી છે જે દરેક માનવ કોઈ પણ ધર્મી હોય તેને લાભકર્તા છે.હિન્દુ પાસે જેવો દેહ છે તેવો જ દેહ મુસલમાન પાસે પણ છે અને ખ્રિસ્તી પાસે પણ છે. પરંતુ ધર્મના ઠેકેદારો ને ઘણીવાર પોતાની દુકાન બંધ થઈ જશે તેવી ભીતી હોય છે અને પરિણામે આવા વિરોધી નિવેદનો કરવા તેઓ મજબૂર હોય છે.
    યોગના નામે લોકો હાટડીઓ ખોલીને બેઠા છે અને યોગને બદનામ કરી રહ્યા છે. પ્રજ્ઞાબેને કહ્યું તેમ યોગ ફક્ત આસનો પૂરતો જ મર્યાદીત નથી. યોગના અભ્યાસીએ યોગના આઠે અંગોને સમજવા પડે અને તેમા ઉતરવું પડે. યમ, નિયમ,આસન, પ્રાણાયામ,પ્રત્યાહાર, ધારણા,ધ્યાન અને સમાધી આ તેના આઠ અંગો છે.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ.

  2. YOG KRO DHIME DHIME ENI ASR SRIRNI UPER THY CHE,HKIKATNE MANO NHI PAN JANO ,ANUBHVO PCHI TAMARO ABHIPRY JNAVO SHU STY CHE.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s