ઈશ્વર વિષે ચિંતન — Friends Views.

Standard

ઈશ્વરને માત્ર જાણી જ શકાય, ન તો એને શીખી શકાય કે ન તો તેનાં સ્થૂળ સ્વરૂપે પ્રત્યક્ષ દર્શન થઈ શકે. તે નિરંજન અને નિરાકાર હોવાનું જગતના લગભગ બધા જ ધર્મોએ સ્વીકાર્યું છે.
કોઈ પણ ધર્મમાં ઈશ્વર માટેનું મૂળભૂત જે એક નામ હોય તેનું રટણ કરવું,
સ્તુતિ કરવી,
જપમાળા ફેરવવી કે શ્વાસની આવનજાવન સાથે તે નામનો તાલમેલ સાધવો એ વધુ ઇષ્ટ ગણાતું હોય છે.
તેની અન્ય કોઈ એક કે વધારે સિફત (ગુણ)ના નામ કે નામોએ તેને પોકારવામાં કે સંબોધવામાં આવે અથવા તેનું રટણ કરવામાં આવે તો તે પણ જરાય અજુગતું નથી.
Thy is only one and sits in all living being.
Keep chanting,
keep searching.
Keep open eyes or close eyes thy is always there.One needs to live with that trust, Firm faith and sing
Tu he tu …tu he to… tu he tu is my life.

Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org

——————————————————————-
Pragnaben Vyas Subject: Re: ઈશ્વર વિષે ચિંતન:

ઈશ્વર વિષે ચિંતન: ગુઢ વિષયની સરળ રજુઆત

આ અગે ચિંતન-મનનના અનેક વિચારો રજુ કરી શકાય પણ અમને આ સમજાય છે.
ઇશ્વર આ સંસારમાં રહીને સતત પોતાની જાતનું દાન કરી રહ્યા છે. તેઓ પોતાને માટે કશું જ લેતા નથી. આપણો આત્મા પણ જો ઇશ્વરની તે પ્રકૃતિને પામે તો તે સત્યને જ પામે. તે પણ સંસારમાં ઈશ્વરની પાસે તેના સખારૂપે ઊભો રહીને પોતાને સંસારને ખાતર સમર્પણ કરી દે, પોતાના ભોગને માટે લાલચુ બનીને બધું જ પોતા તરફ ન તાણે. આ આપવામાં જ અમૃત છે, લેવામાં મૃત્યુ છે. ધન, દોલત, શક્તિ, સામર્થ્ય બધું જ સત્ય છે, જો આપણે એનું દાન કરીએ. – જો એ પોતે લેવા ઈચ્છીએ તો બધું જ મિથ્યા છે.

====================================================

વ્હાલા બ્લોગર અને નેટર મિત્રો,

નીચેના શીર્ષકે અને લિંકે વિચારશીલ પોસ્ટ રજૂ કરતાં આનંદ અનુભવું છું.

ઈશ્વર વિષે ચિંતન.
—————–
આપ સૌની પ્રાર્થનાઓ અને ભલી લાગણીઓ થકી હું સાવ Normal તંદુરસ્તી અનુભવું છું. પરમ શક્તિ કે જેને ગમે તે વૈકલ્પિક નામે સંબોધી શકાય તેની કૃપા વડે હું આપ સૌ સમક્ષ મોજુદ છું. અહીં મારું ‘ઈશ્વર’ વિષેનું ચિંતન રજૂ કર્યું છે.

આપ સૌ મારા નિકટના મિત્રો/સ્નેહીઓ છો અને આપ સૌ પૂરતી સીમિત આ મેઈલ છે. આશા રાખું કે શક્ય હોય, અનુકૂળતા હોય અને મુડ હોય તો પ્રતિભાવ આપશો કે જેથી આવા ગહન વિષય અંગેના મારા જ્ઞાનમાં વધારો થાય.

સ્નેહાધીન,

વલીભાઈ

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

2 responses »

  1. Response by Sharadbhai to Valibhai….

    પ્રિય વલીભાઈ;

    પ્રેમ્;
    =============

    જે નો કોઈ આદિ નથી કે અંત. જે અવ્યાખ્ય, નિરાકાર, નિરંજન, સર્વવ્યાપી,રંગ-રુપ,સ્વાદ, ગંધ,સમય અને કાળથી પર છે તેનુ શું ચિંતન કે ચર્ચા હોઈ શકે? હા, ભેજામારી કરી શકાય. તર્કો, દલીલો અને દાવાઓ કરી શકાય. પણ બધું પત્થર પર પાણી છે.
    ઓશોથી માંડી અનેક સંતોએ આપણને ઈશ્વર તરફ ઈશારાતો કર્યા છે પણ વ્યાખ્યાઓ નહી. એક સાવ સાદો કેરીનો સ્વાદ પણ જ્યારે અવ્યાખ્ય છે તો ઇશ્વરના સ્વાદની તો વાત જ ક્યાં કરીએ.સીધું સાદુ ગણિત છે કે આંધળાએ પ્રકાશનો અનુભવ કરવો હોય તો આંખનો ઇલાજ જ કરવો પડે. ગમે તેટલી સારી વ્યાખ્યા તેને પ્રકાશનો અનુભવ ન કરાવી શકે.
    પરંતુ આપણી સમસ્યા જ એ છે કે આપણે આંધળા છીએ તે મન સ્વિકારતું જ નથી. વળી પ્રકાશના અનુભવની કોઈ ભિતર પ્યાસ પણ નથી.સાચા હ્રુદયથી આપણે આપણી જાતને પૂછીએ કે શું તારે ઇશ્વર જોઈએ છે? તો સાચો જવાબ એજ આવશે કે “ના”. પરંતુ આપણો ખ્યાલ છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, સૃશ્ટિ નો રચનાર છે, તે જે ધારે તે કરી શકે છે. તેથી આપણુ મન કહે છે કે ઇશ્વરને મેળવીને હું પણ સર્વશક્તિમાન બની જાઉં. ભિતર મંથન કર્યે ખબર પડશે કે પ્યાસતો કાંઇક જુદી જ છે. પ્યાસ છે શક્તિની,એશોઆરામની,સુખસગવડોની,નામનાની, ધનદોલતની, સુંદર સ્ત્રી કે પુરુષની, ઈચ્છીત ચીજવસ્તુઓ મેળવવાની, અને બહાર દેખાડો આપણે કાઈક જુદો જ કરી રહ્યા છીએ. અને નવાઈ ની વાત તો એ છે કે આપણા મનની આ બધી છેતરામણીની આપણને ખબર પણ પડતી નથી. આ ખબર પડવા માંડે એટલે ઇશ્વર તરફની યાત્રા શરુ થાય છે.
    બાકી તો ઇશ્વર કોઇને અત્યાર સુધી મળ્યો નથી કે મળવાનો પણ નથી.જેનો કોઈ આદી કે અંત નથી તેને કેમ શોધવો? આપણને મળેલ જ્ઞાનેન્દ્રિયો ઈશ્વરના અનુભવ માટે વામણી હોય, અને ઇશ્વર બુદ્ધિથી પર હોય તો તે શોધાય કેમ? તેનો અનુભવ કરાય કેમ? આથી જ શ્રી રમણ મહર્શિ કહેતાં,” નમકની પૂતળી સાગરની ઉંડાઈ માપવા નીકળે, તેમ આપણે ઈશ્વરને શોધવા નીકળીએ છીએ” પણ હા આ શોધમાં એક ઘટના જરુર ઘટે છે કે નમકની પૂતળીનુ અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને જે બચે છે તે સાગર. બસ બુદ્ધ્ મહાવીર, જીસસ, મહંમદ, મીરા, ક્રુષ્ણ કે ઓશો સાથે આ જ ઘટના બની હતી. તેઓ ઇશ્વર શોધતાં શોધતાં ખુદ તો ખોવાઈ ગયા અને જે રહ્યો તે ઈશ્વર હતો. એટલે જ નાનકસાહેબએ ગાયું કે”ગુરુ પરમેશ્વર એકો જાન” કે કબીર ને કહેવું પડ્યુ કે “જબ મેં થા તબ હરિ નહી અબ હરી હૈ તો મૈ નાહી.” પણ કૃષ્ણકે કબીરમાં કે મહાવીર કે મહંમદમાં ઇશ્વર જોવાની આંખ આપણી પાસે ક્યાં છે?
    સંત મિખાઈલ નેઈમી કહેતા, “આપની પાસે અનેક કાન હોવાથી આપણે તેની વાત સાંભળતા જ નથી.અને અનેક આંખ હોવાથી ઇશ્વરને નિહાળી શકતા નથી.” બસ કેવળ આંખ ના ઈલાજની અને આંખ ઉઘાડવાની જ જરુર છે. બાકી ઇશ્વર દર્શન દુર્લભ નથી. રામમા તો ઈશ્વર ક્યારેક દેખાઈ જાય છે પણ રાવણ મા ઈશ્વર દેખાવા મૂશ્કેલ છે. જે દિવસે રાવણમા પણ દેખાવા લા ગે ત્યારે સમજવું કે હવે સાચા માર્ગપર છીએ.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s