પ્રમુખ સ્વામી – જન્મ માગશર સુદ ૮,સંવત ૧૯૭૮-તા. ૭-૧૨-૧૯૨૧

Standard

પ્રમુખ સ્વામી
=========

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભકિત સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. માગશર સુદ ૮, સંવત ૧૯૭૮, તા. ૭-૧૨-૧૯૨૧ના રોજ આ નાના સરખા ગામમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પહેલા ઘરમાં નાના એવા પરિવારમાં પ્રગટયા.અઢારમી સદીના ઘોર સામાજિક અને નૈતિક અંધકારના સમયમાં વિના શસ્ત્રે જેમણે ગુજરાતમાં ક્રાંતિ કરીને સદાચારનાં અજવાળાં પાથર્યા હતાં એવા પૂર્ણપુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર છે.

તા. ૨૨-૧૧-૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. તા. ૧૦-૧-૧૯૪૦ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી અને તેમાંથી સૌને મળ્યા નારાયણસ્વરૂપદાસ સ્વામી. સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદૃર્ષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા – અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા.

પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખાતા શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા બીએપીએસના હુલામણા નામે ઓળખાતી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને સંતમૂર્તિ છે.૮૯ વર્ષની ઉમંરે પણ લોકહિતાર્થ વિચરણ કરે છે. યુનોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તમણે ગુજરતી ભાષાને ગૌરવ આપ્યું છે. આજે નિસ્વાર્થભાવે સેવા કરતા ૮૦૦થી વધુ ત્યાગી પૂર્ણકાલિન સ્વયંસેવી-સમાજસેવી સંતોની ટીમ અને ૮૦૦થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો ગિનિજ બુક્ ઓફ્ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે નોંધાયેલો છે. રાજધાની દિલ્હીમાંઅક્ષરધામની રચના કરીને ભારતીય ક્લાને દુનિયા સમક્ષ મુકવાનું યુગકાર્ય પણ તેઓ કરી શક્યા છે.

આ સંત પુરુષનો જન્મ ગુજરાતમાં થયો છે.તેમના બાળપણનું નામ શાંતિલાલ હતું માગશર સુદ-૮, સંવત- ૧૯૭૮, તા.૭-૧૨-૧૯૨૧ના રોજ મોતીલાલ પટેલ અને દિવાળીબાના ખેડૂત કુટુંબમાં વડોદરા પાસેના ચાણસદ ગામે જયારે તેઓ બે ઓરડાના નાના ખોરડામાં જન્મ્યા ત્યારે આ પુત્ર પાસે માતાએ કેટલી આશા રાખી હશે? દીકરો મોટો થઈને મારું ખોરડું ઉજાળે! મારા નાનકડા સંસારને અજવાસથી ભરી દે! માતાની મમતા તો આટલી અપેક્ષા રાખે તેમાં કંઇ ખોટું નથી.તેમનું પ્રાથમિક શિક્ષણ ત્યાં જ થયું. આજે આ ગામમાં સ્વામિનારાયણ મંદિર છે.

દિક્ષા અને શિક્ષા
માતા પિતાની મમતા હતી પરંતુ શાંતિલાલ નામના આ બાળકે ૧૮ વર્ષના થતાં થતામાં તો ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની ચારલીટીની ચિઠ્ઠી પર સંસાર મૂકી ત્યાગના પથને વહાલો કરી લીધો. જાણે એ જ પળથી સમગ્ર સંસારને શાંતિના ઝરામાં ઝબકોળતા રહેવાની પ્રતિજ્ઞા લીધી.આજીવન ગુરુસેવાવ્રત ધારણ કરનાર શાંતિલાલ દિક્ષા પામ્યા અને સાધુ નારાયણ સ્વરુપદાસજી બન્યા.તેમની સેવાભાવનાથી ગુરુએ તેમાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથે સાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી.પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા અને એક દિવસ ઉપ્રોક્ત સંસ્થાના પ્રમુખ બનતા આજે જે નામથી ઓળખાય છે તે નામ મળ્યું.
સામાજિક સેવાઓ
સંસ્થાના પ્રમુખ બનતા વટ વૃક્ષની માફ્ક ફેલાય રહેલી સંસ્થાના વહિવટની જવાબદારી તેમના શિરે આવી.નદી વહેતી ભલી અને સંત ફરતા ભલા,એ લોક વાયકા પ્રમાણે ગુરુના પ્રમુખ સ્વામી સત્સંગ વિચરણમાં લાગી ગયા.૧૫૫૦૦ થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો.૨૫૦૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. ૯૦૯૦ જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા.૫૫૦૦૦ હજાર સ્વયં સેવકોની ફોજ તૈયારી કરીને સમાજ સેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધુણી ધખાવી.હોસ્પીટલો -શાળાઓ બનાવીને નિરામય -શિક્ષિત સમાજ તૈયાર કર્યો. સંપત્તિના નામે એમની પાસે છે માત્ર હરિનામની માળા, ચાર વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર! સતત વિચરણ એમની આગવી વિશેષતા છે. પ્રમુખસ્વામીનું સરનામું કયું? આ સવાલનો કોઈ કાયમી જવાબ નથી. આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દોને ગણકાર્યા વગર પંદર હજારથીયે વધુ ગામડાંઓમાં ઘૂમી વળ્યા છે.

સ્વામીની કરુણાની ભાવનાએ એના વ્યાપમાં દીનદુખિયાની સેવા ઉપરાંત જીવમાત્રની સેવાને આવરી લઈ સમાજસેવાનું એક પણ ક્ષેત્ર તેમણે વણસ્પશ્ર્યુ રાખ્યું નથી. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં માનવ સહાય માટે અનન્ય પુરુષાર્થ કર્યો છે. કોમી રમખાણો, વિવિધ આંદોલનોમાં શાંતિ માટેના પ્રયાસો એમણે કર્યા છે. એમણે કેળવણીના ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન આપ્યું છે. દહેજનાબૂદી, અસ્પશ્યતા નિવારણ, ભ્રૂણહત્યા નિવારણ જેવી કુરૂઢિઓ નાબૂદ કરવા સમાજને ફળદાયક સમજ આપી છે. સાક્ષરતાથી લઈને જળસંચય અભિયાન કે વ્યસન મુકિત આંદોલનો સુધી વ્યાપેલી આવી તો કંઈ કેટલીય સામાજિક સેવાઓમાં તેમણે અદ્વિતીય પ્રદાન આપ્યું છે.
વર્લ્ડ રેકોર્ડ
1.અક્ષરધામ દિલ્હી
2.સૌથી વધુ મંદિર નિર્માણ વિગેરે
બાહ્ય કડિઓ
http://www.swaminarayan.org/pramukhswami/index.htm
http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80″થી લીધેલું
શ્રેણી: સ્વામિનારાયણ સંપ્રદાય

From
વિકિપીડિયાથી

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

4 responses »

  1. DO READ …..

    Ramesh patel [mailto:rjpsmv@yahoo.com]
    Subject: પારસમણિ ….. રમેશ પટેલ [આકાશદીપ]
    પારસમણિ ….. રમેશ પટેલ [આકાશદીપ]
    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  2. પરમ બ્રહ્મ પ્રાત સ્મરણીય પ્રમુખ સ્વામી બાપા ના જીવન ચરિત્રનું

    સુંદર ભાવવાહી શબ્દોમાં નિરૂપણ. તદન નિરાળું નિર્મોહી અલભ્ય અને

    અવરણીય વ્યક્તિત્વ. જય સ્વામી નારાયણ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s