માનસિક શાંતિ માટે ના થોડા સૂચનો – રતિભાઈ પટેલ

Standard

” Paramhans Yoganand Swami once said, “If you choose to be not  happy, no one can make you happy; and,  if you choose to be happy, nobody in the world can make you unhappy.It is all in our mind and It is we who make of life what it is.”

પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામીએ પણ શાંતિ માટે મન ની મુખ્યતા પર ભાર મુક્યો છે; સમજાવ્યો છેપરમ પૂજ્ય શ્રી મહંત સ્વામીએ આપેલા વાર્તાલાપ (Talk) આધારિક માનસિક શાંતિ માટે ના થોડા સૂચનોનું વિશ્લેષણ  કરી શકાય.

(). સૌથી પહેલાં તમારી જાત ને સુધારો:
તમે બીજાની લાગણી દુભાવતા હો; બીજાને ધિક્કારતા હોબાળકો અને પત્ની સાથે અયોગ્ય વર્તાવ કરતા હોતમારા હાથ નીચેના માણસોને  સતાવતા હો તો તમે માનસિક શાંતિ માટે યોગ્યતા ના પાત્ર નથી. જે માણસ બીજાની માનસિક શાંતિમાં ખલેલ પહોચાડે છે તેને  પોતાના માટે માનસિક શાંતિની અપેક્ષા  રાખવાનો  કોઈ અધિકાર નથી. માટે સૌથી પહેલાં તમે તમારી જાત ને સુધારો.

(). આધ્યાત્મિક  વિકાસ કરો:
આધ્યાત્મિક  વિકાસમાંથી માનસિક શાંતિ જન્મે છે. સાચું છે કે આધ્યાત્મિક વિકાસ આંતરિક પ્રક્રિયા છે; આધ્યાત્મિક જીવન આંતરિક જીવન છે.   પણ એટલું સાચું છે કે આવો આંતરિક  વિકાસ બહારના સાનુકુળ  બળોની મદદથી  થાય છે, જયારે બહારના પ્રતિકુળ બળોથી  તે રૂંધાય છે. તેથી આંતરિક  વિકાસ માટે સાત્વિક ખોરાકસાત્વિક વાંચન, સાત્વિક સોબત, સાત્વિક  ટેવો અને  સાત્વિક  પર્યાવરણની ભલામણ  કરવામાં આવી છે. તેથી ઋષિમુનીઓ સત્સંગ, સ્વાધ્યાય, ઉપવાસ, પ્રાથના, તથા ધાર્મિક ઉત્સવોની ઉજવણીની ભલામણ કરેલી છે. આધ્યાત્મિક  વિકાસના ઝડપી ઉન્નતી માટે  બધા ઉપચારો જરૂરી છે.

(). આત્માની ઉન્નતિ ચાલુ રાખો:
આત્માની ઉન્નતિ માટે ધર્મગ્રંથોનું વાંચન કરો અને તમારી માંનસિક શાંતિ વધારતા રહો. તમારા જીવનની ગુણવત્તા વધારો. આંતરિક શાંતિ સાચી સમૃદ્ધિ છે. તમારી સમૃદ્ધિ અંદરથી, અંતરમાં ઉભી થવા દો. મહાન તત્વચિંતકો  કહે છે કે માનવીની કિંમત તે શું કરે છે  તેનાથી નહી પણ તે શું છે તેનાથી અંકાય છે.
તેથી આધ્યાત્મિક  ઉન્નતિની તીવ્ર ઈચ્છા વિકસાવો અને સાધુતાનો વિકાસ કરવાની તીવ્ર ઝંખના સેવો.

(). ઈશ્વરમાં અખંડ શ્રધ્ધા  રાખો:
ખરાબ પરિસ્થિતિમાં  દુનિયા તમને મદદ કરવા દોડી આવશે  એવી અપેક્ષા રાખશો નહી, કારક કે  આવું કદી બનશે નહી, માટે ઈશ્વરમાં અખંડ શ્રધ્ધા  રાખી તમારું કામ તમે જાતે કરોઈશ્વર તમારી સાથે હશે તો  તમે સફળ થશો . ઈશ્વરની કૃપા નહી હોય તો તમે નિષ્ફળ જશોમાટે ઈશ્વર સાથે ન્યાતો બાંધો. એક વાર તમે ઈશ્વરની દોસ્તી બાંધશો પછી માંનસિક શાંતિ તમારી છે

(). બધામાં ઈશ્વરદર્શન કરો:
બધામાં ઈશ્વરને જુઓ. દરેક વ્યક્તિમાં આત્માના ઐક્યતાનો અનુભવ કરોતમારામાં જે અગમ્ય  ચેતનતત્વ  છે તેનું બીજું નામ ઈશ્વર છે. તેને જીવન કહો; તેને અંતરાત્મા  કહો કે તેને અસ્તિત્વ  કહો અગમ્ય જીવનતત્વ  સર્વ વ્યાપી અને સનાતન છે. બધાનો આત્મા એક છે એવું અનુભવો. આથી તમારું જીવન સાચી  દિશા તરફ  વળશે. તમારી આધ્યાત્મિક  ઉત્ક્રાંતિ  ઝડપી બનશે. તમારે જે માંનસિક શાંતિ જોઈએ છે  તે બધી મળશે.

().  તમારી જાતને પ્રભુને સંપૂર્ણ સમર્પ્રિત કરી દો
દરરોજ સવારે સૌથી પહેલા બે મિનિટ  ભગવાનની પ્રાથના કરો અને જીવનરૂપી નાવનું સુકાન  ઈશ્વરને સોંપી દો. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર  કરતા  તમારું જીવન સરળતાથી વહેશે, દોડશે અને જીવન ખુબ  સફળ થશે. જીવનના દુઃખોને પણ ઈશ્વરની પ્રસાદી માની જીવન જીવતા શીખોઅને જીવનની પ્રત્યેક ઘટનાને  ઈશ્વરની ઈચ્છામરજી માની સ્વીકારી લો.

().  ધર્મ શાર્સ્ત્રોના  ઉપદેશ  અનુસાર જીવન જીવો:
ધર્મ શાસ્ત્ર  કહે છે: ” અનિત્યમ અસુખમ લોકમ, અશાસ્વતમ. દુ:ખાલયમ“.  ધર્મ શાર્સ્ત્રોના ઉપદેશ અનુસાર જીવન જીવવાથી માંનસિક શાંતિનો અનુભવ થશે.   સિવાય બીજો માર્ગ નથી.

().  સ્થિતપ્રજ્ઞ બનો, મનને  સમતોલ રાખો:
જીવનમાં આવતાં દરેકસારાનરસા અનુભવોનો સ્વીકારી મનની મજબુતાઈ વધારો અને મનનું સમતોલપણું રાખો. હંમેશા સમતા રાખતા શીખો અને હંમેશા સ્વસ્થ, શાંત રહો. દુનિયામાં ક્રિયા અને પ્રતિક્રિયા  થયા કરે છે અને થયા  કરતી રહેશે પણ હંમેશા ધૈર્ય  ધરજો.

(). વિચાર, વાણી અને વર્તનમાં સામ્ય રાખો:
તમારા વિચાર, વાણી અને વર્તન વચ્ચે વધારે પ્રમાણમાં એકસુત્રતા  લાવો. જેવું વિચારો તેવું બોલો અને જેવું બોલો તેવું વર્તોતમારા જીવનમાંથી તમામ પ્રકારનો દંભ, અહંકાર, ધિક્કાર, અદેખાઈ, મોટાઈ કાઢી નાખો. દંભ, અહંકાર, ધિક્કાર, અદેખાઈ, મોટાઈ માંનસિક શાંતિના કટ્ટર દુશ્મન છેનમ્રતા કેળવો કારણ કે  નમ્રતા, નાનાઈ માંનસિક શાંતિ લાવશે.

(૧૦). માગ્યા વગર સલાહ આપવા દોડશો નહી:
તમારા પોતાના કામમાં રચ્યાપચ્યા રહો, અને બીજાના કામમાં માથું મારશો નહી. માત્ર હેતુપૂર્વક વાતો કરોદલીલબાજીથી દુર રહો અને કદી દલીલબાજીમાં ઉતારશો નહી. તમે હંમેશા સાચા છો એમ તમારો કક્કો ખરો કરાવવાનો આગ્રહ  રાખશો નહી કારણકે  દરેકને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે. દુનિયામાં  સુધારી ના શકાય એવા ઘણા મુર્ખાઓ છે. તેમણે તમે કદી બદલી શકશો નહી. માટે તેમણે સુધારવા માટે  તમે તમારો સમય અને શક્તિ વેડફી દેશો નહી.


Thanks to

પૂજ્ય શ્રી મહંત સ્વામી

રતિભાઈ પટેલ
આર્લિંગટન, વર્જિનિયા.

 

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

2 responses »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s