અસાઈડ
શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ. આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી જ આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.


લોકાભિરામરણરંગધરં રાજીવનંત્રં રઘુવંશનાથમ્

કારુણ્યરુપં કરુણા કરંતં શ્રી રામચન્દ્રં શરણં પ્રપદ્યે।।

મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્યિમતાં વરિષ્ઠમ્

વાતાત્મજં વાનર યૂથમુખ્યં શ્રીરામદૃતં શરણં પ્રપદ્યે ।।

રાજીવ નયન ધરેં ધનુ સાયક । ભગત બિપતિ ભંજન સુખદાયક ।।

મંગલ ભવન અમંગલહારી । દ્રવઉસો દશરથ અજિર બિહારી ।

જનકસુતા જગજનનિ જાનકી । અતિસય પ્રિય કરુના નિધાનકી ।

તાકે જુગ પદ કમલ મનાવઉં । જાસુ કૃપાં નિરમલ મતિ પાવઉં ।।

મહાબીર બિનવઉં હનુમાના । રામજાસુ જસ આપ બખાના ।।

પ્રનવઉં પવનકુમાર ખલબન પાવક ગ્યાનઘન ।

જાસુ હૃદય આગાર બસહિં રામસર ચાપધર ।।

કુદ ઇદુ સમદેહ ઉમારગ્મન કરુના અયન ।

જાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન ।।


કલ્પભેદથી કોઈ ભક્તો ચૈત્ર સુદ 1 મધા નક્ષત્ર માને છે. કોઈ કારતક વદ 14, કોઈ કારતક સુદ 15, કોઈ મંગળવાર તો કોઈ શનિવાર માને છે. પણ ભાવુક ભક્તો માટે પોતાના આરાધ્યદેવ માટે બધી તિથિ શુભ અને શ્રેષ્ઠ છે. ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની (શ્રી રામના રૂપમાં) સહાયતા માટે પ્રગટ્યા.

 

શ્રી …

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s