ભાઇબીજ યમદ્વિતીયા –

સામાન્ય

ભાઇબીજ યમદ્વિતીયાની કથા …

ભાઈબહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈબીજ.યમુનાજી યમરાજના નાના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપ્યું હતું કે જે ભાઈબહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને યમની યાતનામાંથી મુક્તિ મળશે.આમ ભાઈબીજનો દિવસ એ યમુનાસ્નાનનો દિવસ ગણાય છે.

 શ્રી યમુનાજી જેમ કૃપાનિધિ કહેવાય છે તેમ શ્રી યમુનાજી પરમકૃપાળુ પણ કહેવાય છે. બ્રહ્મવૈવર્તક પુરાણમાં કથા છે કે શ્રી યમુનાજી વારંવાર પોતાના ભાઈ શ્રી યમરાજને મળવા જાય પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતી વખતે તેમની નજર યમપુરી પર પડતી. ભાઈના ગૃહ પાસે પડતી આ યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પિડાત્મક ભર્યા આર્તનાદ શ્રી યમુનાજીના કોમળ મનને પણ ઘાવ આપી જતાં હતાં અને તેમનું મન અને હૃદય અતિ દ્રવિત થઈ જતું હતું. આથી હંમેશા શ્રી યમુનાજી પોતાના મોટાભાઇને વિનંતી કરતાં કે વીરા આ જીવોને યમપુરીની પીડામાંથી મુક્ત કરો, પરંતુ હંમેશની જેમ યમરાજ પણ હસીને વાત ફેરવી નાખતા. કોમલ મનનાં અભિરાજ્ઞી એવા શ્રી યમુનાજી હંમેશા વિચારતાં રહેતા કે યમપુરીમાં રહેલા આ જીવોને કેવી રીતે બચાવવા? કેવી રીતે તેમને યમપૂરીમાંથી મુક્ત કરાવીને ભાઈના ભયમાંથી અભય અને નિર્ભય કરવાં? પરંતુ તેઓને ક્યારેય કોઈ ઉપાય ન મળતો.

 શ્રી યમુનાજીને પોતાના આ વડીલ વીરા ખૂબ વ્હાલા હતાં, તેથી તેઓ વારંવાર ધર્મરાજ શ્રી યમદેવને પોતાને ગૃહે ભોજન લેવા અર્થે બોલાવતાં પરંતુ યમરાજ તો આખા વર્ષ દરમ્યાન કામ મગ્ન હોઈ પોતાની પ્રિય ભગિનીને ગૃહે ન જઈ શકતાં. આથી એકવાર શ્રી યમુનાજી ભાઈને ઘેર ગયા અને ભાઈને વિનંતી કરી કે ભ્રાતૃ આજે કાર્તિકી એકમ છે આવતી કાલે આપ મારે ત્યાં ભાભી અને પરિવાર સાથે જમવા પધારો આટલા વખતથી હું આપને વિનંતી કરી રહી છું પરંતુ આપ કામમાં મગ્ન હોઈ આવી શકતાં નથી, માટે કૃપા કરી આ વખતે મારે ત્યાં જમવા પધારો, એમ બોલતાં બોલતાં શ્રી યમુનાજીની આંખો ભરાઈ આવી. પોતાની નાની બહેનની આંખો છલકાઈ આવેલી જોઈ શ્રી યમરાજાએ પોતાની બહેન ને વચન આપ્યું કે આવતીકાલે કાર્તિકી સુદ બીજના તેઓ ચોક્કસ બહેનને ત્યાં જમવા પધારશે. બીજે દિવસે યમરાજા પોતાનું વચન પાળવા માટે પોતાના પરિવાર સાથે બહેનને ત્યાં આવી પહોંચ્યાં. તે દિવસે બહેને પણ પોતાને આંગણિયે પોતાના ભાઈને જોઈ અતિ પ્રસન્ન થઈ. અત્યંત આનંદિત થઈ બહેને ભાઇનું સ્વાગત કર્યું, ભાઈના લલાટે કુમકુમ તિલક કરી અક્ષત લગાવી, પુષ્પથી વધાવી, આરતી ઉતારીને ભાઈના ઓવારણાં લીધા. બહેનને પ્રસન્ન થયેલી જોઈ યમરાજા પણ અત્યંત આનંદિત થઈ ગયા. બહેને ભાઈને ચાંદીના પાત્રોમાં પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું.

 ભોજન બાદ પસલીમાં યમરાજાએ બહેનને રંગબેરંગી વસ્ત્રો અને રત્નજડિત અલંકારો આપ્યા અને કહ્યું કે બહેન આ બધું તો મે મારી ઈચ્છા મુજબ આપ્યું છે પરંતુ તારી ઈચ્છા મુજબ તું મારી પાસે કંઈક માગ ત્યારે પ્રથમ તો શ્રી યમુનાજીએ ના કહી પરંતુ વડીલ બંધુના વારંવાર આગ્રહથી અને ભાઇનું માન રાખવા શ્રી યમુનાજીએ માંગ્યું કે ભાઈ આપ મને કંઈક આપવા જ ઇચ્છતા જ હોય તો હું ફક્ત એક જ વરદાન માંગુ છું આપ કૃપા કરીને આપની યમપુરીમાં પિડાઈ રહેલા જીવોને મુક્ત કરો ત્યારે યમરાજા કહે બહેની મારૂ કાર્ય છે કે જીવોને તેમના કર્મ મુજબ હું તેમને દંડ આપું પરંતુ તે મારી પાસેથી વચન માંગ્યું છે તો હું પણ તને વચન આપું છું કે આપણાં ભાઈ બહેનના પ્રતિક રૂપે આજના દિવસે જે જીવ ઉજવીને તારા જળમાં સ્નાન કરશે અને તારા જલ રૂપી અમૃતનું પાન કરશે તેને યમ અને યમપુરીનો ભય નહીં રહે. ઉપરાંત આ ફક્ત આજના દિવસની વાત નથી યમુને, જે કોઈ જીવ તારા શરણે આવીને નિત્ય તારું સ્મરણ કરશે તેને હું યમ, સૂર્ય પુત્ર યમ કદીયે યમ્હ્સ્ત લગાવીશ નહીં. યમરાજાના વરદાન મુજબ જોઈએ તો યમુનાજીને માનનારા બધાં જ જીવો શ્રી યમુનાજીના બાળ છે અને યમરાજા પોતાની બહેનના બાળકોને દંડ કેવી રીતે આપે?

 કારતક સુદ બીજનો આ દિવસ ભાઈબહેનના પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરવા ભાઇબીજ અથવા યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ પવિત્ર દિવસે જે મનુષ્યો યમુનાજીમાં સ્નાન કરી યમુનાજી અને યમદેવનું પૂજન કરે છે તેઑ આત્યંતિક આધ્યાત્મિક અને આધિદૈવીક કલ્યાણનાં, વૈંકુંઠનાં અને ગોલોક ધામનાં અધિકારી બનતાં તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો આ દિવસે શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરનાર અને યમુનાજીનાં જલમાં સ્નાન કરનારને શ્રી યમુનાજી પોતાના વડીલ વીરા યમ, યમપુરી, યમપાશ, અને યમદંડના ભયમાંથી મુક્ત કરી પોતાના ભાઈના ભવનને શૂન્ય કરી જીવોને અભયપદદાન આપ્યું છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

બ્લોગ લીંક :

http://das.desais.net

email: dadimanipotli@gmail.com

આજની પોસ્ટ બદલ શ્રીમતિ પૂર્વિબેન મલકાણ  –  આભાર

Advertisements

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

3 responses »

 1. Bhai Tika— 15.11.2012
  Posted by amit on November 15, 2012 at 12:44pm in World’s Festivals
  Back to World’s Festivals Discussions
  .
  http://en.wikipedia.org/wiki/Bhau-beej

  The festival of Bhau-beej or Bhai Tika or Bhai Phota is celebrated by Hindus on the last day of the five-day-long Diwali festival. This is the second day of the bright fortnight or Shukla Paksha of the Hindu month of Kartika. On this day, sisters pray for their brothers to have long and happy lives by performing the Tika ceremony, and brothers give gifts to their sisters.

  The festival is known as:Regional names
  ■Bhai Phota (Bengali:ভাই ফোঁটা) in Bengal and it takes place every year on the first or the second day of the Kali Puja festival.
  ■Bhai Bij, Bhau-beej or Bhav Bij amongst the Marathi and Konkani-speaking communities in the states of Maharashtra, Goa and Karnataka;
  ■Bhai Tika in Nepal, where it is the second most important festival after Vijaya Dashami.
  ■In Manipur this festival is celebrated under the name Ningol Chakuba. Brother-Sister bonding is present here also.
  ■Another name for the day is Yamadwitheya or Yamadvitiya, after a legendary meeting between Yama the god of Death and his sister Yamuna (the famous river) on Dwitheya (the second day after new moon).
  ■Other names include Bhai Dooj, Bhathru Dwithiya, Bhai Tika and Bhatri Ditya.

  According to another popular legend in Hindu mythology, after slaying the evil demon Narkasur, Lord Krishna visited his sister Subhadra who gave him a warm welcome with sweets and flowers. She also affectionately applied tilak on Krishna’s forehead. Some believe this to be the origin of the festival.

  History of Bhau-beej

  Legend says Yamraj, the God of Death visited his sister Yami on this particular day. She put the auspicious tilak on his forehead, garlanded him and fed him with special dishes. Together, they ate the sweets, talked and enjoyed themselves to their heart’s content. While parting Yamraj gave her a special gift as a token of his love and in return Yami also gave him a lovely gift which she had made with her own hands. That day Yamraj announced that anyone who receives tilak from his sister will never be thrown. That is why this day of Bhai Duj is also known by the name of Yama Dwitiya.

  The ceremony

  On the day of the festival, sisters invite their brothers for a sumptuous meal often including their favorite dishes. The whole ceremony signifies the duty of a brother to protect his sister, as well as a sister’s blessings for her brother.

  Carrying forward the ceremony in traditional style, sisters perform aarti for their brother and apply a red tika on the brother’s forehead. This tika ceremony on the occasion of Bhai Bij signifies the sister’s sincerest prayers for the long and happy life of her brother. In return brothers bless their sisters and treat them with gifts or cash.

  As it is customary in Haryana, Maharashtra to celebrate the auspicious occasion of Bhau-beej, women who do not have a brother worship the moon godinstead. They apply mehendi on girls as their tradition.

  The sister, whose brother lives far away from her and cannot come to her house, sends her sincerest prayers for the long and happy life of her brother through the moon god. She performs aarti for the moon. This is the reason why affectionately Hindu children call the moon Chandamama (Chanda means moon and mama means mother’s brother).

  The celebration

  Bhai Phota in Haryana is celebrated with much splendor. The ceremony is marked with many rituals along with a grand feast arranged for the brothers.

  The festival of Bhai Bij is popular in Haryana, Gujarat, Maharashtra and Goa and is celebrated with great fervour and gaiety. Brothers and sisters look forward to the occasion with immense enthusiasm. To add charm to the occasion, Bhai Bij gifts are exchanged between brothers and sisters as a token of love and appreciation.

  Bhav Bij is a time for family reunions as all brothers and sisters in the family get together. Close relatives and friends are also invited to celebrate the Bhav Bij in many families.

  Special dishes for the festival include the Maharashtra sweet called basundi poori or kheerni poori.

 2. બહુ સુંદર લખાણ છે લખાણ કરતાં યે શબ્દો સુંદર છે . આ બેનના લેખ અવારનવાર વાંચવા મલે છે વધુ લેખ તેમના વાંચવા મલે તો સારું. એમનો દેવદિવાળીનો લેખ પણ માહિતીસભર રહ્યો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s