દેવદિવાળી …

Standard

 

 

દેવદિવાળીનાં દિવસ સાથે અનેક વિધ કથાઓ જોડાયેલી હોય આ દિવસનું અત્યાધિક મહત્વ રહેલું છે. શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને પ્રબોધ કરી જગાડવામાં આવ્યાં તે દિવસ પ્રબોધિની એકાદશી તરીકે પ્રખ્યાત થયો, પરંતુ ભગવાન લાંબા સમય બાદ શયનમાંથી બહાર આવતા હોઈ ભક્તજનોએ આનંદિત થઈ એકાદશીના ચાર દિવસ બાદ એટલે કે કારતક સુદ-પૂર્ણિમાને દિવસે પ્રભુ જાગૃત થયાનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો. આ ઉત્સવ પ્રભુ માટે ઉજવવામાં આવતો હોવાથી સ્વર્ગના દેવો પણ પૃથ્વીવાસીઓના આ આનંદમય તહેવારમાં જોડાઈ ગયાં. આમ સર્વે દેવતાઓએ સાથે મળીને આ ઉત્સવ ઉજવ્યો હોવાથી તે દેવદિવાળીના નામે પ્રખ્યાત થયો. જ્યારે બીજી કથા અનુસાર આ દિવસે ત્રિપુરાસુરના વધથી પ્રસન્ન થયેલા દેવતાઓએ આ દિવસની ઉજવણી દીપ પ્રગટાવી કરી હોવાથી આ દિવસ દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો. ત્રીજી કથા અનુસાર ગૌરીપુત્ર કાર્તિકેયજીએ સ્વર્ગનાં સેનાપતિ બનીને તારકાસૂરનો વધ કર્યો. તારકાસૂરના વધથી પ્રસન્ન થયેલા દેવોએ કૈલાશમાં દિવાઓ પ્રગટાવી જે દિવસે ઉત્સવ મનાવ્યો. જે દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો. આ દિવસનાં વિજયની ખુશાલીમાં કાર્તિકેયજીને કાર્તિક મહિનાના સ્વામી બનાવવામાં આવ્યાં હતાં. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે તેથી “તુલસીવિવાહ દિવસ” તરીકે ઓળખાય છે, તેમજ આ દિવસે શીખોના ગુરૂ નાનક સાહેબે શીખ સંપ્રદાયની સ્થાપના કરી હોઈ આ દિવસને “ગુરૂ નાનક જયંતિ” તરીકે પણ ઉજવવામાં આવે છે.

વાર્તા પરિચય-ગુજરાત …

 પૌરાણિક કથા મુજબ છે કહેવાય છે કે ઈંદ્રના અભિમાનવાળા ગેરવર્તનથી કોપાયમાન થયેલા શિવજીએ ત્રીજુ નેત્ર ખોલ્યું પરંતુ ઈંદ્રે બૃહસ્પતિની સ્તુતિ કરી અને બચી ગયો. પરંતુ શિવજીનાં ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલાં ક્ષારથી જલંધર નામનો બાળક ઉત્તપન્ન થયો જેનો જન્મ ક્ષીર સાગરમાં થયો હતો. મોટો થતાં વૃંદા નામની કન્યા સાથે તેના વિવાહ થયાં. વૃંદા અત્યંત પતિવ્રતા હતી અને તેનાં પતિવ્રતધર્મને કારણે જલંધર વિજયતા પ્રાપ્ત કરતો ગયો અને ચોમેર ત્રાસ ફેલાવતો ગયો. સમુદ્ર પુત્ર જલંધર વિષ્ણુપત્ની લક્ષ્મીજીનો ભાઈ હોવાને કારણે ભગવાન વિષ્ણુએ જલંધરનો નાશ કરવા શિવજીનો સહારો લીધો, પરંતુ પતિવ્રતા વૃંદાના પ્રભાવને કારણે જલંધરનો વાળ તો વાંકો થતો ન હતો. જલંધર માયાવી શક્તિથી શિવજીનું રૂપ ધારણ કરી પાર્વતીજીને વારંવાર હેરાન કરતો હતો, આથી ગુસ્સે થયેલા ભગવાન શંકરે જલંધર સાથે યુધ્ધ કરવા માટે રણનાં મેદાને ઉતર્યા પરંતુ એમ તો જલંધરને જીતવો સહેલો ન હતો તેથી ભગવાન શંકરે ભગવાન વિષ્ણુની મદદ માંગી અને ભોલેનાથ શિવજીનાં સલાહ સૂચનથી જ્યારે જલંધર રણમેદાનમાં ભગવાન શિવ સાથે યુધ્ધ કરવામાં વ્યસ્ત હતો ત્યારે વિષ્ણુ ભગવાને જલંધરનું સ્વરૂપ લીધુ અને વૃંદા સાથે રહેવા લાગ્યાં. આમ કપટથી વૃંદાનું પતિવ્રત ખંડિત થયું, અને વૃંદાનાં સતીત્વનું ખંડન થતાં જ જલંધરનું રણ મેદાનમાં મૃત્યુ થયુ, પરંતુ જ્યારે વૃંદાને ખબર પડી કે પોતાનું વ્રત તોડાવવામાં ભગવાન વિષ્ણુનો હાથ છે ત્યારે તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપતાં કહ્યું કે આપ આ બ્રહ્માંડના સંચાલક હોવા છતાયે આપ લાગણી વગરનાં પથ્થર જેવા છો અને આપના આ કાળાકર્મને કારણે આપ કાળા પથ્થરમાં ફેરવાઇ જાઓ વળી આપે અવિચારી મર્કટો (વાનરો) જેવું કાર્ય કર્યુ છે તેથી હું આપને શ્રાપ આપું છુ કે આપની પત્નિને પીડામાંથી બચાવવા માટે આપે આજ અવિચારી મર્કટોની મદદ લેવી પડશે. (આ પ્રસંગ આપણે રામાયણમાં જોઇએ છીએ જે પ્રમાણે કર્મ હોય તે પ્રમાણે ફળ ભોગવવું જ પડે છે) આટલું કહી વૃંદા પોતાના પતિ પાછળ સતી થયા.

વેદોમાં કથા છે કે વૃંદાના શ્રાપની સામે ભગવાન વિષ્ણુએ કહ્યું કે પતિવ્રત ધર્મમાં પતિને કુકર્મોથી વાળવો એ પણ આવી જાય છે પરંતુ વૃંદાએ કયારેય પોતાના પતિને કુકર્મો તરફથી વાળેલો નથી અને તેના કારણે ત્રણેય લોકને (સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ) ઘણો જ ત્રાસ થયો છે માટે સતી વૃંદા આપ પણ શ્રાપને પાત્ર છો અને ભગવાન વિષ્ણુએ વૃંદાને સજીવ છતાંયે નિર્જીવ એવી વનસ્પતિ થવાનો શ્રાપ આપ્યો.

વૃંદાનું પ્રાગટ્ય વનસ્પતિમાં તુલસી રૂપે થયું અને ભગવાન વિષ્ણુએ આ શ્રાપને કારણે “શાલિગ્રામજી”નું રૂપ ધારણ કર્યુ. કૃષ્ણાવતારમાં વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યાં. તેથી ગોપીઓ તુલસીજીને પોતાની સૌતન માને છે. આ ઉત્સવ દરમ્યાંન શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવાંમાં આવે છે. પ્રભુ સમક્ષ સુંદર રંગોળી રચાય છે. શેરડીનાં ૧૬ સાંઠાથી આંગણીયે મંડપ બંધાય છે. વિવાહ ખેલના ગીતો ગવાય છે. નવવધૂના સોળ શૃંગારથી શ્રીતુલસીજીને શૃંગારીત કરાય છે. શ્રી તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવાંમાં આવે છેં. મહુર્ત પ્રમાણે સાંજના સમયે શ્રી હરિના તુલસીજી સાથે વિવાહ થાય છે અને પૌવાનો પ્રસાદ વહેંચવામાં આવે છે. વાંસની છાબડીમાં જામફળ, શેરડી, સીતાફળ આદી ફળો ધરવામાં આવે છેં. તુલસીપત્ર વગર શ્રીજીની સામગ્રી અધૂરી ગણાય છે. હવેલીઓમાં શ્રી ઠાકોરજીને લાલરંગના જરીવસ્ત્ર સાથે કુલ્હે કેસરી ચંદ્રિકાનો શૃંગાર થાય છેં. શિતકાલમાં શ્રી પ્રભુને તથા અન્ય સ્વરૂપોને ગદ્દલ તપાવીને ધરાય છે અને અંગીઠી સન્મુખ કરાવાય છે. આજથી શિતકાલીન સેવાનો પ્રારંભ કરાય છે.

તુલસી વિવાહ કરવાની વિધિ …

 

*તુલસીના છોડને નિયમિત પાણી સિંચવું

* શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરવું.

* ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા ગણપતિ પૂજન કરવું.

* ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડવાં.

* ગોધુલી(સાંજના) સમયમાં વર ભગવાનનું પૂજન કરવું.

* ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા તુલસીનું દાન કરવું.

* ત્યારબાદ મંગળ ફેરા ફેરાવવા.

* ત્યારપછી શક્તિ મુજબ બ્રહ્મ-ભોજ કરાવવું.

* છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરવું.

આ દિવસે ભગવાન શંકરે સ્વર્ગનાં દેવતાઓને ત્રિપુરાસુરનાં ત્રાસમાંથી મુક્ત કર્યા હોઈ સમસ્ત દેવતાઑ હર્ષિત થઈ પૃથ્વી પર ભગવાન શંકર જ્યાં સદૈવ બિરાજમાન છે તે કાશી વારાણસીમાં ઉતર્યા અને પૃથ્વીવાસીઓ સાથે અનેકવિધ દીપ પ્રકાશિત કરી આ પ્રસંગને હર્ષોચ્ચાર સહિત મનાવ્યો. આથી એક માન્યતા છે કે આજે પણ કાશીના ગંગાઘાટ પર બધાં જ દેવતાઓ પોતાના સ્વર્ગને આ દિવસની રાત્રીએ કાશીમાં ગંગાજીના ઘાટ અને નીરમાં પધરાવે છે. રાત્રીના સમયે જ્યારે ઘાટ અને ગંગાજીના નીર અનેક દીપોથી પ્રજ્વલિત થઈ ઊઠે છે ત્યારે તે દિવડાઓનાં પ્રકાશમાં ભક્તજનો પૃથ્વી પર ઉતરી આવેલા સ્વર્ગનાં દર્શન કરે છે. જેમ ઉત્તર ભારતનાં કાશીમાં આ દિવસ દિવડાઓથી ઝગમગી ઊઠે છે તેમ ઉત્તર ભારત સ્થિત વ્રજભૂમિનાં મંદિરોમાં પણ આ દિવસે અન્નકૂટ ધરાવીને યમુનાજીમાં અનેકવિધ દિવડાઓ તરતા મૂકવામાં આવે છે. ગોવા કોંકણમાં આ તુલસીવિવાહની ઉત્સવ ઉજવણી દિવસભર ચાલે છે જે “તુલસી ચે લાગીન” ના નામે ઓળખાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ આ ઉત્સવનું ઘણું જ મહત્વ છે. હિમાચલ પ્રદેશમાં આ ઉત્સવ પૂરા પાંચ દિવસ ચાલે છે. તુલસી વિવાહ બાદ જ ભારતમાં લગ્નમૌસમ શરૂ થાય છે.

તુલસીજીનાં નામ …

 તુલસીજીને અનેક નામોથી નવાજવામાં આવે છે. તેમનાં અનેક નામોમાં આઠ નામ મુખ્ય છે. વૃંદાવની, વૃંદા, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, પુષ્પસારા, નંદિની, કૃષ્ણજીવની અને તુલસી.

તુલસી નામાષ્ટક …

તુલસીને દેવીના રૂપમાં દરેક ઘરમાં પૂજવામાં આવે છે. તેની નિયમિત પૂજા કરવાથી મનુષ્યને પાપોમાંથી મુક્તિ મળે છે. પુણ્યફળમાં વૃદ્ધિ થાય છે. તુલસી પાવન છોડ માનવામાં આવે છે, તેથી જ દરેક પૂજામાં તુલસીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીપૂજાનું પણ એક ધાર્મિક મહત્ત્વ છે. તુલસીપૂજા માટે શાસ્ત્રમાં અનેક વિધાન આપવામાં આવ્યાં છે. તેમાંનું એક વિધાન છે તુલસી નામાષ્ટક. જે વ્યક્તિ તુલસી નામાષ્ટકમ્નો પાઠ નિયમિત કરે છે તેેને અશ્વમેધ યજ્ઞા કર્યા જેટલું ફળ મળે છે. આ નામાષ્ટકમ્નો પાઠ સંપૂર્ણ વિધિવિધાન સાથે કરવાથી તેનું શુભ ફળ મળ્યા વગર નથી રહેતું. ખાસ કરીને કારતક મહિનામાં આ પાઠ કરવાનું અનેરું માહાત્મ્ય છે.

નામાષ્ટકમ્ પાઠ …

વૃંદા વૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની
પુષ્પસારા નંદિની ચ તુલસી કૃષ્ણજીવની.
ઇત ભામાષ્ટક ચૈવ સ્તોત્રં નામાર્થ સંયુક્તમ.
યઃ પઠેત તાં ચ સમ્પુજ સૌડશ્વમેધ ફલંલભેત.

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
emai: dadimanipotli@gmail.com

 

દેવદિવાળીનો મહિમા બતાવતી આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., આપના દરેક પ્રતિભાવ અમોને માર્ગદર્શક તેમજ પ્રેરણાદાયી બની રહે છે તેમજ લેખિકાની કલમને બળ પૂરે છે. આભાર … ! ‘દાદીમા ની પોટલી’.

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

One response »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s