पुनर्जन्म…………….

સામાન્ય

જાગૃતિ આવે એ પુનર્જન્મ. અને બોધિ આવે એ મોક્ષ. આ જીવનમાં જ.

 

मृत्यु के पीछे   का विज्ञान : आत्मा और   पुनर्जन्मका   विज्ञान  

  1. ये जन्म-मृत्यु आत्मा के नहीं हैं। आत्मा परमानेन्ट वस्तु है। ये जन्म-मृत्यु इगोइज़म, अहंकार के हैं। इगोइज़म जन्म पाता है और इगोइज़म मरता है। वास्तव में आत्मा खुद मरता ही नहीं। अहंकार ही जन्मता है और अहंकार ही मरता है।
  2. पर कुदरत का नियम ऐसा है कि किसी भी मनुष्य को यहाँ से ले जा सकते नहीं हैं। मरनेवाले के हस्ताक्षर बिना उसे यहाँ से ले जा सकते नहीं है। लोग हस्ताक्षर करते होंगे क्या? ऐसा कहते हैं न कि ‘हे भगवान, यहाँ से जाया जाए तो अच्छा’ अब ऐसा किस लिए बोलते हैं? वह आप जानते हो? कभी ऐसा भीतर दुःख होता है, तब फिर दुःख का मारा बोलता है कि ‘यह देह छूटे तो अच्छा।’ उस घड़ी हस्ताक्षर करवा लेता है।
  3. सारी ज़िन्दगी जो कार्य किए हों वे, सारी ज़िन्दगी जो धंधे चलाए हों-किए हों यहाँ पर, उनका हिसाब मरते समय निकलता है। मरते समय एक घंटा पहले लेखा-जोखा सामने आता है। यहाँ पर जो बिना ह़क का सब उड़ाया हो, पैसे छीने हों, औरतें छीनी हों, बिना ह़क का सब ले लेते हैं बुद्धि से, चाहे किसी भी प्रकार से छीन लेते हैं। उन सभी की फिर जानवर गति होती है और यदि सारा जीवन सज्जनता रखी हो तो मनुष्य गति होती है। मरणोपरांत चार प्रकार की ही गतियाँ हुआ करती हैं। जो सारे गाँव की ़फसल जला दे, अपने स्वार्थ के लिए, ऐसे होते हैं न यहाँ? उन्हें अंत में नर्कगति मिलती है। अपकार के सामने भी उपकार करते हैं, ऐसे लोग सुपरह्मुमन होते हैं, वे फिर देवगति में जाते हैं।

– See more at: http://hindi.dadabhagwan.org/vaignanik-hal/adhyatmik-vignan/mrutyu-ke-pichhe-ka-vignan/#sthash.ywDGm7Ov.dpufv

 
દાદા   ભગવાન પ્રમાણે

પુનર્જન્મ !

પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો   આવે છેને ?

દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને   પાછો આવતો નથી, મુસ્લિમોને   પાછો આવતો નથી પણ   તમારો પાછો આવે છે.   તમારા ભગવાનની એટલી કૃપા છે   કે તમારો પાછો આવે છે.   અહીંથી મર્યો કે ત્યાં બીજી   યોનિમાં પેસી ગયો હોય   અને પેલાને તો પાછા નથી   આવતા.

હવે ખરેખર પાછા   નથી આવતા એવું નથી.   એમની માન્યતા એવી છે તે   અહીંથી મર્યો એટલે મર્યો, પણ   ખરેખર પાછો જ આવે   છે, પણ એમને સમજણ   પડતી નથી. પુનર્જન્મ જ   સમજતા નથી. તમને પુનર્જન્મ   સમજાય છેને !

શરીર મૃત્યુ પામે   એટલે આ જડ થઈ   જાય એનાં પરથી સાબિત   થાય કે આમાં જીવ   હતો એ નીકળીને બીજે   ગયો. ફોરેનવાળા તો કહે છે   કે આ તે જ   જીવ હતો ને તે   જ જીવ મરી ગયો.   આપણે એ કબૂલ કરતા   નથી. આપણે લોકો પુનર્જન્મને   માનીએ છીએ. આપણે ડેવલપ   (વિકસિત) થયા છીએ. આપણે   વીતરાગ વિજ્ઞાનને જાણીએ છીએ. વીતરાગ વિજ્ઞાન   કહે છે પુનર્જન્મના આધારથી   આપણે ભેગા થયા છીએ,   એવું હિન્દુસ્તાનમાં સમજીએ છીએ. તેના આધારે   આપણે આત્માને માનતા થયા છીએ. નહીં   તો જો પુનર્જન્મનો આધાર   ના હોય તો આત્મા   માની શકાય જ કેવી   રીતે ?

તો પુનર્જન્મ કોનો   થાય છે ? ત્યારે કહે,   આત્મા છે તો પુનર્જન્મ   થાય છે કારણ કે   દેહ તો મરી ગયો,   આપણે બાળી મૂકેલા દેખીએ   છીએ.

એટલે આત્માની સમજ   બેસતી હોય તો ઉકેલ   જ આવી જાયને ! પણ   એ સમજ બેસે એવી   નથીને ! તેથી તમામ શાસ્ત્રોએ   કહ્યું કે, ‘આત્મા જાણો   !’ હવે એ જાણ્યા સિવાય   બધું જે કંઈ કરવામાં   આવે છે, એ બધું   જ એને ફાયદાકારક નથી,   હેલ્પિંગ નથી. પહેલું આત્મા   જાણો તો બધું સોલ્યુશન   (ઉકેલ) આવી જશે !

પુનર્જન્મ કોનો ?

પ્રશ્નકર્તા : પુનર્જન્મ કોણ લે છે   ? જીવ લે છે કે   આત્મા લે છે ?

દાદાશ્રી : ના, કોઈને લેવો   પડતો નથી, થઈ જાય   છે. આ આખું જગત   ‘ઈટ હેપન્સ’ (એની મેળે ચાલી   રહ્યું) જ છે !

પ્રશ્નકર્તા : હા, પણ એ   કોનાથી થઈ જાય છે   ? જીવથી થઈ જાય છે   કે આત્માથી ?

દાદાશ્રી : ના, આત્માને કશી   લેવા-દેવા જ નથી,   બધું જીવથી જ છે. જેને   ભૌતિક સુખો જોઈએ છે,   તેને યોનિમાં પ્રવેશ કરવાનો ‘રાઈટ’ (અધિકાર) છે. ભૌતિક સુખો   ના જોઈતાં હોય, તેને યોનિમાં   પ્રવેશ કરવાનો ‘રાઈટ’ જતો રહે છે.

સંબંધ જનમ-જનમનો !

પ્રશ્નકર્તા : મનુષ્યના દરેક જન્મને પુનર્જન્મ   સાથે સંબંધ ખરો ?

દાદાશ્રી : એ તો દરેક   જન્મ પૂર્વજન્મ જ હોય છે.   એટલે દરેક જન્મનો સંબંધ   પૂર્વજન્મથી જ થાય છે.

પ્રશ્નકર્તા : પણ પૂર્વજન્મ અને   આ જન્મ સાથે શું   લેવાદેવા છે ?

દાદાશ્રી : અરે, આવતા અવતાર   માટે આ પૂર્વજન્મ થયો.   ગયો અવતાર એ પૂર્વજન્મ, તો   આ જન્મ છે, એ   બીજા આવતા અવતારનો પૂર્વજન્મ   કહેવાય.

પ્રશ્નકર્તા : હા, એ વાત   સાચી છે. પણ પૂર્વજન્મની   અંદર એવું કંઈક થતું   હોય, જેને આ જન્મ   સાથે કંઈ સંબંધ ખરો   ?

દાદાશ્રી : બહુ જ સંબંધ,   નર્યો ! પૂર્વજન્મમાં બીજ પડે છે   ને બીજા જન્મમાં ડૂંડું   આવે છે. એટલે એમાં   બીજમાં ને ડૂંડામાં ફેર   નહીં ? સંબંધ ખરો કે નહીં   ?! આપણે બાજરીનો દાણો નાખીએ એ   પૂર્વજન્મ અને ડુંડું આવે   એ આ જન્મ, પાછું   આ ડુંડામાંથી બીજરૂપે દાણો પડ્યો તે   પૂર્વજન્મ અને એમાંથી ડૂંડું   આવે એ નવો જન્મ.   સમજાયું કે ના સમજાયું   ?

પ્રશ્નકર્તા : એક માણસ રસ્તા   ઉપર આમ ચાલ્યો જાય   છે અને બીજા ઘણાય   રસ્તા ઉપર ચાલ્યા જાય   છે, પણ કોઈ સાપ   અમુક માણસને જ નડે છે   એનું કારણ પુનર્જન્મ જ   ?

દાદાશ્રી : હા, અમે એ   જ કહેવા માંગીએ છીએ ને કે   પુનર્જન્મ છે. તેથી એ   સાપ તમને કરડે છે,   પુનર્જન્મ ના હોય તો   તમને સાપ ના કરડત.   પુનર્જન્મ છે, એ તમારો   હિસાબ તમને ચૂકવે છે.   આ બધા હિસાબો ચૂકવાય   છે. જેમ ચોપડાના હિસાબો   ચૂકવાય છેને, એવી રીતે બધા   હિસાબો ચૂકવાય છે. અને ‘ડેવલપમેન્ટ’ને લીધે તે   આ હિસાબ બધા આપણને સમજાય   છેય ખરા. તેથી આપણે   ત્યાં કેટલાક લોકોને ‘પુનર્જન્મ છે’ એવી માન્યતાય   થઈ ગયેલી છેને ! પણ તે પુનર્જન્મ   છે જ એવું ના   બોલી શકે. ‘છે જ’ એવો   કોઈ પુરાવો આપી શકે નહીં.   પણ એની પોતાની શ્રધ્ધામાં   બેસી ગયેલું છે, આવા બધા   દાખલાઓથી કે પુનર્જન્મ છે   ખરો !

આ બેન કહેશે,   આમને સાસુ કેમ સારાં   મળ્યાં અને મને આવાં   સાસુ કેમ મળ્યાં ? એટલે   સંજોગો બધા જાતજાતના મળવાના.

બીજું શું જોડે જાય   ?

પ્રશ્નકર્તા : એક જીવ બીજા   ખોળિયામાં જાય છે. ત્યાં   સાથે પંચેન્દ્રિયો અને મન એ   બધું દરેક જીવ લઈને   જાય છે ?

દાદાશ્રી : ના, ના, કશું   જ નહીં. ઇન્દ્રિયો તો બધી એક્ઝોસ્ટ   (ખાલી) થઈને ખલાસ થઈ   ગઈ, ઇન્દ્રિયો તો મરી ગઈ.   એટલે એની જોડે ઇન્દ્રિયો   એવું કંઈ જ જવાનું   નહીં. ફક્ત આ ક્રોધ-માન-માયા-લોભ   જવાનાં. એ કારણ શરીરમાં   ક્રોધ-માન-માયા-લોભ   બધુંય આવી ગયું. અને   સૂક્ષ્મ શરીર એ કેવું   હોય ? જ્યાં સુધી મોક્ષે ન   જાય ત્યાં સુધી સાથે જ   હોય. ગમે ત્યાં અવતાર   થાય પણ આ સૂક્ષ્મ   શરીર તો જોડે જ   હોય.

ઈલેક્ટ્રિકલ બૉડી !

એટલે આત્મા દેહ   છોડીને એકલો જતો નથી.   આત્મા જોડે પછી બધાં   કર્મો, કારણ દેહ કહેવાય   એને, પછી ત્રીજું ‘ઇલેક્ટ્રિકલ   બૉડી’ (તેજસ શરીર) આ   ત્રણે સાથે નીકળે છે.   જ્યાં સુધી આ સંસાર   છે ત્યાં સુધી દરેક જીવમાં   આ ઇલેક્ટ્રિકલ બૉડી હોય જ   ! કારણ શરીર બંધાયું કે   ઇલેક્ટ્રિકલ બૉડી જોડે જ   હોય. ઇલેક્ટ્રિકલ બૉડી દરેક જીવમાં   સામાન્ય ભાવે હોય જ   અને તેના આધારે આપણું   ચાલે છે. ખોરાક ખાઈએ   છીએ તે પચાવવાનું કામ   એ ઇલેક્ટ્રિકલ બૉડી કરે છે.   એ લોહી બધું થાય   છે, લોહી શરીરમાં ઉપર   ચઢાવે, નીચે ઉતારે, એ   બધું અંદર કામ કર્યા   કરે. આંખે દેખાય છે   તે લાઈટ બધું આ   ઇલેક્ટ્રિકલ બૉડીના લીધે હોય છે   અને આ ક્રોધ-માન-માયા-લોભ એય   આ ‘ઇલેક્ટ્રિકલ બૉડી’ને લીધે   થાય છે. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ   છે જ નહીં. આ   ગુસ્સોય એ બધું ‘ઇલેક્ટ્રિકલ   બૉડી’ના શૉક (આઘાત)   છે.

પ્રશ્નકર્તા : એટલે ‘ચાર્જ’ થવામાં ‘ઇલેક્ટ્રિકલ બૉડી’ કામ કરતું હશેને   ?

દાદાશ્રી : ઇલેક્ટ્રિકલ બૉડી હોય તો   જ ચાર્જ થાય. નહીં તો   આ ઇલેક્ટ્રિકલ બૉડી ના હોય   તો આ કશું ચાલે   જ નહીં. ‘ઇલેક્ટ્રિકલ બૉડી’ હોય ને આત્મા   ના હોય તોય કશું   ના ચાલે. આ બધાં સમુચ્ચય   ‘કૉઝીઝ’ છે.

ગર્ભમાં જીવ ક્યારે પ્રવેશે   ?

પ્રશ્નકર્તા : સંચાર થાય ત્યારે જ   જીવ આવે છે, પ્રાણ   આવે એવું વેદોમાં કહે   છે.

દાદાશ્રી : ના, એ બધી   વાતો છે તે અનુભવની   નહીં, સાચી વાત નહીં   આ બધી. એ લૌકિક   ભાષાની. જીવ વગર કોઈ   દહાડોય ગર્ભ બંધાય નહીં.   જીવની હાજરી હોય તો ગર્ભ   બંધાય, નહીં તો બંધાય   નહીં.

એ પહેલાં છે   તે ઈંડાંની પેઠ બેભાન અવસ્થામાં   રહે છે.

પ્રશ્નકર્તા : મરઘીનાં ઈંડાંમાં કાણું પાડીને પછી જીવ પેઠો   ?

દાદાશ્રી : ના, એ તો   આ લૌકિકમાં એવું. લૌકિકમાં તમે કહો છો,   એવું જ લખેલું છે.   કારણ કે ગર્ભ બંધાવો   તે કાળ, બધું સાયન્ટિફિક   સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કાળ હઉ ભેગો   થાય ત્યારે બંધાય છે.

નવ મહિના મહીં   જીવ રહે ત્યારે પ્રગટ   થાય અને સાત મહિનાનો   જીવ હોય તો અધૂરે   માસે આવ્યું માટે કાચું હોય,   એનું મગજ-બગજ બધું   કાચું હોય છે. બધાં   અંગ કાચાં હોય, સાત મહિને   આવ્યો એટલે અને અઢાર   મહિને આવ્યો તો એ વાત   જ જુદી, બહુ હાઈ લેવલ   મગજ હોય. એટલે નવ   મહિનાથી વધારે જેટલા મહિના થાયને, એટલું એનું ટોપ મગજ   હોય, જાણો છો એવું   ?

કેમ બોલતા નથી   ? તમે સાંભળેલું નહીં કે આ   અઢાર મહિનાનો છે એવું ! સાંભળેલું   ? પહેલાં સાંભળ્યું નહીં હોય, નહીં   ? કે જવા દો એની   મા તો, અઢાર મહિનાનો   છે, કહે છે ! એ   તો બહુ હોંશિયાર હોય.   એની માના પેટમાંથી બહાર   નીકળે જ નહીં. અઢાર   મહિના સુધી રોફ મારે   ત્યાં.

વચ્ચે સમય કેટલો ?

પ્રશ્નકર્તા : એટલે આ દેહ   છોડવાનો અને બીજો દેહ   ગ્રહણ કરવાનો એ બે વચ્ચે   આમ કેટલો સમય લાગે ?

દાદાશ્રી : કશો જ સમય   નહીં. અહીંયાં પણ હોય, આ   દેહમાંથી હજુ નીકળતો હોય   અહીંથી અને ત્યાં યોનિમાં   પણ હાજર હોય. કારણ   કે આ ટાઈમિંગ છે,   વીર્ય અને રજનો સંયોગ   હોય તે ઘડીએ. અહીંથી   દેહ છૂટવાનો હોય, ત્યાં પેલો   સંયોગ હોય, એ બધું   ભેગું થાય ત્યારે અહીંથી   જાય. નહીં તો એ   અહીંથી જાય જ નહીં,   એટલે માણસ મર્યા પછી   એ આત્મા અહીંથી સીધો જ બીજી   યોનિમાં જાય છે. એટલે   આગળ શું થશે, એની   કોઈ ચિંતા કરવા જેવી નથી.   કારણ કે મર્યા પછી   બીજી યોનિ પ્રાપ્ત થઈ   જાય છે જ અને   એ યોનિમાં ત્યાં પેઠો કે તરત   જ જમવા કરવાનું બધું   મળે છે.

એનાથી સર્જાય કારણ દેહ !

જગત ભ્રાંતિવાળું છે   તે ક્રિયાઓને જુએ, ધ્યાનને જુએ   નહીં. ધ્યાન આવતા અવતારનો પુરુષાર્થ   છે અને ક્રિયા એ   ગયા અવતારનો પુરુષાર્થ છે. ધ્યાન એ   આવતા અવતારમાં ફળ આપનારું છે.   ધ્યાન થયું કે એ   વખતે પરમાણુ બહારથી ખેંચાય છે અને તે   ધ્યાન સ્વરૂપ થઈ મહીં સૂક્ષ્મતાએ   સંગ્રહ થઈ જાય છે   અને કારણ દેહનું સર્જન   થાય છે. જ્યારે ઋણાનુબંધથી   માતાના ગર્ભમાં જાય છે ત્યારે   કાર્યદેહનું બંધારણ થઈ જાય છે.   માણસ મરે છે ત્યારે   આત્મા, સૂક્ષ્મ શરીર તથા કારણ   શરીર સાથે જાય છે.   સૂક્ષ્મ શરીર દરેકને કોમન   હોય છે, પણ કારણ   શરીર દરેકનાં પોતે સેવેલાં કૉઝીઝ   પ્રમાણે જુદાં જુદાં હોય છે. સૂક્ષ્મ   શરીર એ ઇલેક્ટ્રિકલ બૉડી   છે.

કારણ-કાર્યની શૃંખલા   !

મૃત્યુ પછી જન્મ ને   જન્મ પછી મૃત્યુ છે,   બસ. આ નિરંતર ચાલ્યા   જ કરે છે. હવે   આ જન્મ ને મૃત્યુ   કેમ થયેલા છે ? ત્યારે કહે,   ‘કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ   એન્ડ કૉઝીઝ; કારણો અને કાર્ય, કાર્ય   અને કારણો’. એમાં જો કારણોનો   નાશ કરવામાં આવે તો આ   બધી ‘ઇફેક્ટ’ બંધ થઈ જાય,   પછી નવો જન્મ ન   લેવો પડે !

અહીં આગળ આખી   જિંદગી ‘કૉઝીઝ’ ઊભાં કરેલાં હોય,   એ તમારા ‘કૉઝીઝ’ કોને ત્યાં જાય   ? અને ‘કૉઝીઝ’ કરેલાં હોય એટલે એ   તમને કાર્યફળ આપ્યા વગર રહે નહીં.   ‘કૉઝીઝ’ ઊભાં કરેલાં, એવું   તમને પોતાને સમજાય ?

દરેક કાર્યમાં ‘કૉઝીઝ’   ઊભાં થાય છે. તમને   કોઈએ ‘નાલાયક’ કહ્યું તો તમને મહીં   ‘કૉઝીઝ’ ઊભાં થાય છે.   ‘તારો બાપ નાલાયક છે’   એ તમારું ‘કૉઝીઝ’ કહેવાય. તમને ‘નાલાયક’ કહે છે એ   તો કાયદેસર કહી ગયો અને   તમે એને ગેરકાયદેસર કર્યું.   એ ના સમજાયું આપને   ? કેમ બોલતા નથી ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે ‘કૉઝીઝ’ આ ભવમાં થાય   છે. એની ‘ઇફેક્ટ’ આવતે   ભવ ભોગવવી પડે છે !

આ તો ‘ઇફેક્ટિવ’   (પરિણામ) મોહને ‘કૉઝીઝ’ (કારણ) મોહ માનવામાં આવે   છે. તમે એવું ફક્ત   માનો જ છો કે   ‘હું ક્રોધ કરું છું’ પણ   આ તો તમને ભ્રાંતિ   છે ત્યાં સુધી જ આ   ક્રોધ છે. બાકી, એ   ક્રોધ છે જ નહીં,   એ તો ‘ઇફેક્ટ’ છે.   અને ‘કૉઝીઝ’ બંધ થઈ જાય   એટલે ‘ઇફેક્ટ’ એકલી જ રહે   છે અને તે ‘કૉઝીઝ’   બંધ કર્યાં એટલે ‘હી ઈઝ નોટ   રિસ્પોન્સિબલ ફોર ઇફેક્ટ’ (પરિણામનો   પોતે જવાબદાર નથી) અને ‘ઇફેક્ટ’   એના ભાવ બતાવ્યા વગર   રહેવાની જ નથી.

કારણ બંધ થાય   ?

પ્રશ્નકર્તા : દેહ ને આત્મા   વચ્ચે સંબંધ તો ખરોને ?

દાદાશ્રી : આ દેહ છે   તે આત્માની અજ્ઞાન દશાનું પરિણામ છે. જે જે   ‘કૉઝીઝ’ કર્યાં તેની આ ‘ઇફેક્ટ’   છે. કોઈ તમને ફૂલ   ચઢાવે તો તમે ખુશ   થઈ જાવ અને તમને   ગાળ દે એટલે તમે   ચિડાઈ જાવ. તે ચિડાવામાં   ને ખુશ થવામાં બાહ્ય   દર્શનની કિંમત નથી, અંતરભાવથી કર્મ   ચાર્જ થાય છે. તેનું   પછી આવતે ભવે ‘ડિસ્ચાર્જ’   થાય છે. તે વખતે   તે ‘ઇફેક્ટિવ’ છે. આ મન-વચન-કાયા ત્રણેય   ‘ઇફેક્ટિવ’ છે. ‘ઇફેક્ટ’ ભોગવતી   વખતે બીજાં નવાં ‘કૉઝીઝ’ ઊભાં થાય છે.   જે આવતા ભવે પાછાં   ‘ઇફેક્ટિવ’ થાય છે. આમ   ‘કૉઝીઝ’ એન્ડ ‘ઇફેક્ટ’, ‘ઇફેક્ટ’ એન્ડ ‘કૉઝીઝ’ એમ ઘટમાળ નિરંતર   ચાલ્યા જ કરે છે.

મનુષ્યજન્મ એકલામાં જ ‘કૉઝીઝ’ બંધ   થઈ શકે એમ છે.   બીજી બધી ગતિમાં તો   ખાલી ‘ઇફેક્ટ’ જ છે. અહીં   ‘કૉઝીઝ’ એન્ડ ‘ઇફેક્ટ’ બંને છે. અમે   જ્ઞાન આપીએ ત્યારે ‘કૉઝીઝ’   બંધ કરી દઈએ છીએ.   પછી નવી ‘ઇફેક્ટ’ થાય   નહીં.

ત્યાં સુધી ભટકવાનું…

‘ઇફેક્ટિવ બૉડી’ એટલે આ મન-વચન-કાયાની ત્રણ   ‘બેટરી’ઓ તૈયાર થઈ   જાય છે અને એમાંથી   પાછાં નવાં ‘કૉઝીઝ’ ઉત્પન્ન થયા કરે છે.   એટલે આ ભવમાં મન-વચન-કાયા ‘ડિસ્ચાર્જ’   થયા કરે છે અને   બીજી બાજુ મહીં નવું   ‘ચાર્જ’ થયા કરે છે.   જે મન-વચન-કાયાની   ‘બેટરીઓ’ ચાર્જ થયા કરે છે   તે આવતે ભવને માટે   છે અને આ ગયા   ભવની છે તે અત્યારે   ડિસ્ચાર્જ થયા કરે છે.   ‘જ્ઞાની પુરુષ’ નવું ‘ચાર્જ’ બંધ કરી આપે   એટલે જૂનું ડિસ્ચાર્જ થયા કરે.

એટલે મૃત્યુ પછી   આત્મા બીજી યોનિમાં જાય   છે. જ્યાં સુધી પોતાનું ‘સેલ્ફનું’   ‘રિયલાઈઝ’ (આત્મઓળખ) ન થાય ત્યાં   સુધી બધી યોનિઓમાં ભટક   ભટક કરે છે. જ્યાં   સુધી મનમાં તન્મયાકાર થાય છે, બુદ્ધિમાં   તન્મયાકાર થાય છે ત્યાં   સુધી સંસાર ઊભો રહ્યો છે.   કારણ કે તન્મયાકાર થવું   એટલે યોનિમાં બીજ પડવું અને   કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યોનિમાં   બીજ પડે છે ને   તેનાથી આ સંસાર ઊભો   રહ્યો છે. યોનિમાં બીજ   પડતું બંધ થઈ ગયું   કે એનો સંસાર ખલાસ   થઈ ગયો.

વિજ્ઞાન વક્રગતિવાળું !

પ્રશ્નકર્તા : ‘થિયરી ઓફ ઇવોલ્યુશન’ની   વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય,   બે ઇન્દ્રિય એમ ‘ડેવલપ’ થતો   થતો મનુષ્યમાં આવે છે અને   મનુષ્યમાંથી ફરી પાછો પશુમાં   જાય છે. તો આ   ‘ઇવોલ્યુશન’ની ‘થિયરી’માં   જરા વિરોધાભાસ લાગે છે એ   જરા સ્પષ્ટ કરી આપો.

દાદાશ્રી : ના. એમાં વિરોધાભાસ   જેવું નથી. ‘ઇવોલ્યુશન’ની ‘થિયરી’ બધી   બરોબર છે. ફક્ત મનુષ્ય   સુધી જ ‘ઇવોલ્યુશન’ની   થિયરી ‘કરેક્ટ’ (સાચી) છે, પછી એની   આગળ એ લોકો જાણતા   જ નથી.

પ્રશ્નકર્તા : મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે   ખરો ? એમ પ્રશ્ન છે.

દાદાશ્રી : એવું છે, પહેલું   ડાર્વિનની ‘થિયરી’થી આમ ઉત્ક્રાંતિવાદ   પ્રમાણે ‘ડેવલપ’ થતો થતો મનુષ્ય   સુધી આવે છે અને   મનુષ્યમાં આવ્યો એટલે ‘ઇગોઇઝમ’ (અહંકાર) સાથે હોવાથી કર્તા   થાય છે, કર્મનો કર્તા   થાય છે એટલે પછી   કર્મ પ્રમાણે એને ભોગવવા જવું   પડે છે. ‘ડેબિટ’ (પાપ)   કરે ત્યારે જાનવરમાં જવું પડે અને   ‘ક્રેડિટ'(પુણ્ય) કરે ત્યારે દેવગતિમાં   જવું પડે અગર તો   મનુષ્યમાં રાજાપણું મળે. એટલે મનુષ્યમાં   આવ્યા પછી ‘ક્રેડિટ’ અને   ‘ડેબિટ’ ઉપર આધાર રાખે   છે.

પછી નથી ચોર્યાસી   યોનિ !

પ્રશ્નકર્તા : પણ એવું કહે   છેને, માનવજન્મ જે ચોર્યાસી લાખ   ફેરા ભટકીને આવ્યા પછી મળ્યો છે,   તે ફરી પાછું એટલું   ભટકવાનું થાય ને પછી   માનવજન્મ મળેને ?

દાદાશ્રી : ના, એવું કશું   નથી. એક ફેર મનુષ્યજન્મમાં   આવ્યો ને પછી આખી   ચોર્યાસી ફરવી પડતી નથી.   એને જે પાશવતાના વિચાર   આવે તો વધુમાં વધુ   આઠ ભવ એને પશુયોનિમાં   જવું પડે, તેય પાછું   સો-બસો વર્ષ માટે.   પછી પાછો અહીંનો અહીં   મનુષ્યમાં આવે છે. એક   ફેરો મનુષ્ય થયા પછી ચોર્યાસી   લાખ ફેરા ભટકવાનું હોતું   નથી.

પ્રશ્નકર્તા : એક જ આત્મા   ચોર્યાસી લાખ ફેરા ફરેને   ?

દાદાશ્રી : હા, એક જ   આત્મા.

પ્રશ્નકર્તા : પણ આત્મા તો   પવિત્ર છેને ?

દાદાશ્રી : આત્મા પવિત્ર તો અત્યારેય છે.   ચોર્યાસી લાખ યોનિમાં ફરતાંયે   પવિત્ર રહ્યો છે ને પવિત્ર   હતો ને પવિત્ર રહેશે   !!

વાસના પ્રમાણે ગતિ !

પ્રશ્નકર્તા : મરતાં પહેલાં જેવી વાસના હોય,   એ રૂપે જન્મ થાય   છેને ?

દાદાશ્રી : હા, એ વાસના,   આપણા લોક જે કહે   છેને કે મરતાં પહેલાં   આવી વાસના હતી, પણ એ   વાસના કંઈ લાવવી લવાતી   નથી. એ તો સરવૈયું   છે આખી જિંદગીનું. આખી   જિંદગી જે તમે કર્યુંને,   એનું મરતી ઘડીએ છેલ્લો   કલાક હોય છે ત્યારે   સરવૈયું આવે છે અને   સરવૈયાં પ્રમાણે એની ગતિ થઈ   જાય છે.

શું મનુષ્યમાંથી મનુષ્ય   જ ?

પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને   ?

દાદાશ્રી : એ પોતાની સમજમાં   ભૂલ છે. બાકી સ્ત્રીના   પેટે માણસ જ જન્મે.   ત્યાં કંઈ ગધેડું ના   જન્મે. પણ એ એમ   સમજી બેઠો કે આપણે   મરી જઈશું તોય માણસમાં જ   જન્મીશું તો એ ભૂલ   છે. અલ્યા મૂઆ, તારા વિચાર   તો ગધેડાના છે અને પછી   માણસ શી રીતે થવાનો   છે ? તને વિચાર આવે   છે, કોનું ભોગવી લેવું, કોનું લઈ લેવું, અણહક્કના   ભોગવી લેવાના વિચાર આવે છે તે   વિચારો જ લઈ જાય   છે, પોતાની ગતિમાં !

પ્રશ્નકર્તા : જીવનો એવો કોઈ ક્રમ   છે કે મનુષ્યમાં આવ્યા   પછી મનુષ્યમાં જ આવે કે   બીજે ક્યાંય જાય ?

દાદાશ્રી : હિન્દુસ્તાનમાં મનુષ્ય જન્મમાં આવ્યા પછી ચારેય ગતિઓમાં   ભટકવું પડે. ફોરેનના મનુષ્યને   એવું નથી. એમાં બે-પાંચ ટકા અપવાદ   હોય. બીજાં બધાં ઊંચે ચઢ્યા   જ કરે છે.

પ્રશ્નકર્તા : આ લોકો જેને   વિધાતા કહે છે એ   કોને કહે છે ?

દાદાશ્રી : એ કુદરતને જ   વિધાતા કહે છે. વિધાતા   નામની કોઈ દેવી નથી.   ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) એ જ વિધાતા   છે. આપણા લોકોએ નક્કી   કરેલું કે છઠ્ઠીના દિવસે   વિધાતા લેખ લખી જાય.   વિકલ્પોથી આ બધું બરોબર   છે અને વાસ્તવિક જાણવું   હોય તો આ બરાબર   નથી.

અહીં તો કાયદો   એ છે કે જેણે   અણહક્કનું લીધું, તેને બે પગના   ચાર પગ થશે. પણ   તેય કાયમનું નથી. વધારેમાં વધારે   બસો વર્ષ અને બહુ   ત્યારે સાત-આઠ અવતાર   જાનવરમાં જાય અને ઓછામાં   ઓછો તો પાંચ જ   મિનિટમાં જાનવરમાં જઈને પાછો મનુષ્યમાં   આવી જાય. કેટલાક જીવ   એવા છે કે એક   મિનિટમાં સત્તર અવતાર બદલાય, એટલે એવાય જીવ   છે. માટે જાનવરમાં ગયા   એ બધાયને સો-બસો વર્ષનું   આયુષ્ય નહીં મળવાનું.

એ સમજાય લક્ષણ   પરથી !

પ્રશ્નકર્તા : આ જાનવર યોનિમાં   જવાના એની સાબિતી તો   કહો કંઈક, એ સાયન્ટિફિક રીતે   કેવી રીતે માનવું ?

દાદાશ્રી : અહીં કોઈ ભસ   ભસ કરે એવો માણસ   મળ્યો છે તમને ? ‘શું   ભસ ભસ કરે છે’   એવું તમે એને બોલેલા   ખરા ? એ ત્યાંથી કૂતરામાંથી   આવેલો છે. કોઈ છે   તે વાંદરા જેવા ચેનચાળા કરે   એવા હોય છે ! તે   ત્યાંથી આવેલા હોય છે. કોઈ   બિલાડીની પેઠ આમ તાકીને   બેસી રહેલા હોય છે, તમારું   લઈ લેવા માટે, પડાવી   લેવા માટે. એ ત્યાંથી આવેલા   હોય છે. એટલે અહીં   ક્યાંથી આવેલા છે એ, તેય   ઓળખાય અને ક્યાં જવાના   છે તેય ઓળખાય અને   તેય પાછું કાયમને માટે નહીં. આ   લોકો તો કેવા છે,   આમને પાપ કરતાંય આવડતું   જ નથી.

આ કળિયુગના લોકોને   પાપ કરતાં આવડતું નથી અને કરે   છે પાપ જ ! એટલે   એમના પાપનું ફળ કેવું હોય   ? બહુ ત્યારે પચાસ-સો વર્ષ   જાનવરમાં જઈને પાછો અહીંનો   અહીં આવે, હજારો વર્ષ   કે લાખો વર્ષ નહીં.   અને કેટલાક તો પાંચ જ   વર્ષમાં જાનવરમાં જઈને પાછા આવે.   એટલે જાનવરમાં જવું, એને ગુનો ના   ગણશો. કારણ કે એ   તો તરત જ પાછા   આવે છે બિચારા. કારણ   કે એવાં પાપ જ   કરતા નથીને ! આમનામાં શક્તિ જ નથી એવાં   પાપ કરવાની.

નિયમ હાનિ-વૃદ્ધિનો   !

પ્રશ્નકર્તા : આ માણસોની વસ્તી   વધતી જ ગઈ છે,   એનો અર્થ એ કે   જાનવરો ઓછાં થયાં ?

દાદાશ્રી : હા, ખરું છે.   જેટલા આત્મા છે, એટલા જ   આત્માઓ છે પણ કન્વર્ઝન   (રૂપાંતર) થયા કરે છે.   કોઈ ફેરો મનુષ્યો વધી   જાય છે ત્યારે જાનવરોમાં   ઓછાં થાય છે અને   કોઈ ફેરો જાનવરમાં વધી   જાય છે ત્યારે મનુષ્યો   ઓછાં થાય છે. એમ   કન્વર્ઝન થયા કરે છે.   હવે પાછા મનુષ્યો ઓછા   થશે. હવે ૧૯૯૩ની સાલથી   શરૂઆત થશે ઓછા થવાની   !

ત્યારે લોકો કેલ્ક્યુલેશન (ગણતરી)   માંડે છે કે ૨૦૦૦ની   સાલમાં આમ થઈ જશે   ને તેમ થઈ જશે,   હિન્દુસ્તાનની વસ્તી વધી જશે ને   આપણે શું ખાઈશું ? એ   કેલ્ક્યુલેશન માંડે છે, તે નથી   માંડતા ? એ શેના જેવું   છે ? સિમિલી કહું ?

એક ચૌદ વર્ષનો   છોકરો હોય, તે ચાર   ફૂટ ને ચાર ઈંચ   ઊંચો હોય અને અઢાર   વર્ષમાં પાંચ ફૂટ થાય.   ત્યારે કહે છે, ચાર   વર્ષમાં આઠ ઈંચ વધ્યો.   આ તો સિત્તેર વર્ષે   કેટલો થશે ? એવું કેલ્ક્યુલેશન માંડીએ   એના જેવું આ વસ્તીનું કેલ્ક્યુલેશન   માંડે છે !

બાળકોને ભોગવટો કેમ ?

પ્રશ્નકર્તા : નિર્દોષ બાળકને શારીરિક વેદના ભોગવવી પડે તેનું શું   કારણ ?

દાદાશ્રી : બાળકના કર્મના ઉદય બાળકને ભોગવવાના   અને ‘મધરે’ (માતા)એ જોઈને   ભોગવવાના. મૂળ કર્મ બાળકનું,   એમાં ‘મધર’ની અનુમોદના   હતી, એટલે ‘મધર’ને જોઈને   ભોગવવાનું. કરવું, કરાવવું ને અનુમોદવું – આ   ત્રણ કર્મબંધના કારણો છે.

મનુષ્યભવનું મહાતમ !

મનુષ્યદેહમાં આવ્યા પછી બીજી ગતિઓમાં   જેવી કે દેવ, તિર્યંચ   કે નર્કમાં જઈને આવી પાછો   મનુષ્યદેહ મળે. અને ભટકામણનો   અંત પણ મનુષ્યદેહમાંથી જ   મળે છે. આ મનુષ્યદેહ   જો સાર્થક કરતાં આવડે તો મોક્ષની   પ્રાપ્તિ થઈ શકે તેમ   છે અને ન આવડે   તો ભટકવાનું સાધન વધારી આપે   તેમ પણ છે ! બીજી   ગતિમાં કેવળ છૂટે છે.   આમાં બન્નેય છે, છૂટે છે   ને સાથે સાથે બંધાય   પણ છે. માટે દુર્લભ   મનુષ્યદેહ પ્રાપ્ત થયો તો તેનાથી   કામ કાઢી લો. અનંત   અવતાર આત્માએ દેહ માટે ગાળ્યા.   એક અવતાર જો દેહને આત્મા   માટે ગાળે તો કામ   જ થઈ જાય !

મનુષ્યદેહે જ જો જ્ઞાનીપુરુષ   મળે તો મોક્ષ ઉપાય   થાય. દેવલોકો પણ મનુષ્યદેહ માટે   તલસે છે. જ્ઞાનીપુરુષનો ભેટો   થયે, સાંધો મળ્યે અનંત અવતાર સુધી   શત્રુ સમાન થયેલો દેહ   પરમ મિત્ર બની જાય છે   ! માટે આ દેહે તમને   જ્ઞાનીપુરુષ મળ્યા છે તો પૂરેપૂરું   કામ કાઢી લો. આખોય   સાંધો મેળવી તડીપાર ઊતરી જાવ.

અજન્મા-અમરને આવાગમન ક્યાંથી ?

પ્રશ્નકર્તા : પણ આવાગમનનો ફેરો   કોને છે ?

દાદાશ્રી : જે અહંકાર છેને,   તેને આવાગમન છે. આત્મા તો   તેની તે જ દશામાં   છે. અહંકાર પછી બંધ થઈ   જાય છે. એટલે એનો   ફેરો બંધ થઈ જાય   !

પછી મરણનો ય   ભય નહીં !

પ્રશ્નકર્તા : એકલી આ સનાતન   શાંતિ ઊભી કરે તો   એ આ જનમ પૂરતી   જ થાય કે જનમ   જનમની થાય ?

દાદાશ્રી : ના. એ તો   પરમેનન્ટ થઈ ગઈ એ   તો. પછી કર્તા જ   ના રહ્યો એટલે કર્મ બંધાય   નહીં. એકાદ અવતારમાં કે   બે અવતારમાં મોક્ષ જ થવો પડે.   છૂટકો જ નહીં, ચાલે   જ નહીં. જેને મોક્ષે ના   જવું હોય, તેને આ   ધંધો જ કરવો નહીં.   આ લાઈનમાં પડવું જ નહીં. જેને   મોક્ષ ના ગમતો હોય   તો આ લાઈનમાં પડવું   નહીં.

પ્રશ્નકર્તા : આ બધું ‘જ્ઞાન’   છે એ બીજા જનમમાં   જાય તો યાદ હોય   ખરું ?

દાદાશ્રી : બધું તે જ   રૂપ હોય. ફેરફાર જ   ના થાય. કારણ કે   કર્મ બંધાય નહીંને એટલે ફરી ગૂંચવાડો   જ ઊભો ના થાયને   !

પ્રશ્નકર્તા : તો એનો અર્થ   એવો થાય કે આપણા   ગયા જનમમાં એવાં કર્મો હોય   એને લઈને ગૂંચવાડો-ગૂંચવાડો   જ ચાલ્યા કરે છે ?

દાદાશ્રી : ગયા અવતારે અજ્ઞાનતાથી   કર્મો બંધાયાં, એ કર્મોની આ   ઇફેક્ટ છે હવે. ઇફેક્ટ   ભોગવવી પડે છે. ઇફેક્ટ   ભોગવતાં ભોગવતાં ફરી જો કદી   જ્ઞાની મળે નહીં તો   ફરી નવાં કૉઝિઝ અને   એટલે નવી ઇફેક્ટ ઊભી   થયા કરવાની. ઇફેક્ટમાંથી પાછાં કૉઝિઝ ઉત્પન્ન થયા જ કરવાનાં   અને એ કૉઝિઝ પાછાં   આવતા ભવમાં ઇફેક્ટ થશે. કૉઝિઝ એન્ડ   ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝિઝ, કૉઝિઝ   એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝિઝ, કૉઝિઝ   એન્ડ ઇફેક્ટ એ ચાલ્યા જ   કરે છે. એટલે જ્ઞાનીપુરુષ   જ્યારે કૉઝિઝ બંધ કરી આપે   એટલે ઇફેક્ટ એકલી જ ભોગવવાની   રહી. એટલે કર્મ બંધાતા   બંધ થઈ ગયા.

એટલે બધું ‘જ્ઞાન’   યાદ રહે જ એટલું   નહીં, પણ પોતે તે   સ્વરૂપ જ થઈ જાય.   પછી તો મરવાનોય ભો   ના લાગેને ! કશાનો ભો ના લાગે,   નિર્ભયતા હોય.

અંતિમ સમયની જાગૃતિ !

જીવતાં છીએ ત્યાં સુધી   !

પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પહેલાંના આ   ભવના જે પર્યાય બંધાઈ   ગયા હોય, એનું નિરાકરણ   કેવી રીતે આવે ?

દાદાશ્રી : હજુ આપણે જીવતાં   છીએ, ત્યાં સુધી પશ્ચાતાપ કરીને   એને ધોઈ નાખવા, પણ   એ અમુક જ, આખું   નિરાકરણ ના થાય. પણ   ઢીલું તો થઈ જ   જાય. ઢીલાં થઈ જાય એટલે   આવતે ભવ હાથ અડાડ્યો   કે તરત ગાંઠ છૂટી   જાય !

પ્રશ્નકર્તા : પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય   ?

દાદાશ્રી : હા, છૂટી જાય.   અમુક જ પ્રકારના બંધ   છે તે કર્મો પ્રાયશ્ચિત   કરવાથી ઘોડાગાંઠમાંથી ઢીલાં થઈ જાય. આપણા   પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે.   દાદાને હાજર રાખીને કરો   તો કામ થઈ જાય.

આ જ્ઞાન મળ્યા   પછી હિસાબ મહાવિદેહનો !

કર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય,   વખતે એક-બે અવતાર.   પણ તે પછી સીમંધર   સ્વામી પાસે જ જવું   પડશે. આ અહીં આગળ   ધક્કો, હિસાબ બાંધી દીધેલો પહેલાનો, કંઈક ચીકણો થઈ   ગયેલોને, તે પૂરો થઈ   જશે. એમાં છૂટકો જ   નહીં ને !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ?

દાદાશ્રી : ઓછા થાય ને   ! ને જલદી નિવેડો આવી   જાય.

‘અમે’ આમ કરેલું   નિવારણ વિશ્વથી !

જેટલી ભૂલ ભાંગી પ્રતિક્રમણ   કરી કરીને, તેટલો મોક્ષ પાસે આવ્યો.

પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી   ચીટકે નહીંને બીજા જન્મમાં ?

દાદાશ્રી : શું લેવા ? આપણે   બીજા જન્મની શું લેવા ? અહીં   ને અહીં પ્રતિક્રમણ એટલાં   કરી નાખીએ. નવરા પડીએ કે   એને માટે પ્રતિક્રમણ કર   કર કરવાં. ‘ચંદુભાઈ’ને ‘તમારે’ એટલું   કહેવું પડે કે પ્રતિક્રમણ   કર્યા કરો. તમારા ઘરનાં   બધાં જ માણસો જોડે,   તમારે કંઈ ને કંઈ   પહેલાં દુઃખ થયેલું હોય,   તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં   જે રાગ-દ્વેષ, વિષય,   કષાયથી દોષ કર્યા હોય   તેની ક્ષમા માગું છું. એવું રોજ   એક એક માણસનું, આવું   ઘરનાં દરેક માણસને લઈ   લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી   આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર   પછી આ બોજો હલકો   થઈ જશે. એમ ને   એમ હલકો થાય નહીં.

અમે આખા જગત   જોડે આવી રીતે નિવારણ   કરેલું. પહેલું આવું નિવારણ કરેલું,   ત્યારે તો આ છૂટકો   થયો. જ્યાં સુધી અમારો દોષ   તમારા મનમાં છે, ત્યાં સુધી   મને જંપ ના વળવા   દે ! એટલે અમે જ્યારે   આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં   આગળ ભૂંસાઈ જાય.

મૃત્યુ પામેલાનાં પ્રતિક્રમણો ?

પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની   છે તે વ્યક્તિનો દેહવિલય   થઈ ગયો હોય તો   તે કેવી રીતે કરવું   ?

દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય,   તોય આપણે એનો ફોટો   હોય, એનું મોઢું યાદ   હોય, તો કરાય. મોઢું   સહેજ યાદ ના હોય   ને નામ ખબર હોય   તો નામથીય કરાય, તો એને પહોંચી   જાય બધું.

પ્રશ્નકર્તા : એટલે મરી ગયેલી   વ્યક્તિ માટે પ્રતિક્રમણો કેવી   રીતે કરવાનાં ?

દાદાશ્રી : મન-વચન-કાયા,   ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મરેલાનું નામ તથા તેના   નામની સર્વ માયાથી નોખા   એવા એના શુધ્ધાત્માને સંભારવાના,   ને પછી ‘આવી ભૂલો   કરેલી’ તે યાદ કરવાની   (આલોચના). તે ભૂલો માટે   મને પશ્ચાતાપ થાય છે અને   તેની માટે મને ક્ષમા   કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં   થાય એવો દ્ઢ નિશ્ચય   કરું છું, એવું નક્કી   કરવાનું (પ્રત્યાખ્યાન). ‘આપણે’ પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ, અને જાણીએ કે   ચંદુભાઈએ કેટલાં પ્રતિક્રમણ કર્યાં, કેટલાં સુંદર કર્યાં અને કેટલી વાર   કર્યાં.

રુ રુ રુ   રુ રુ

અંતિમ સમયની પ્રાર્થના !

હે દાદા ભગવાન,   હે શ્રી સીમંધર સ્વામી   પ્રભુ, હું મન-વચન-કાયા તથા ના   નામની સર્વમાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ આપ પ્રગટ પરમાત્મ   સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.

હે દાદા ભગવાન,   હે શ્રી સીમંધર સ્વામી   પ્રભુ, હું આપનું અનન્ય   શરણું લઉં છું. મને   આપનું અનન્ય શરણું હોજો. છેલ્લી ઘડીએ હાજર રહેજો.   મને આંગળી ઝાલીને મોક્ષે લઈ જજો. ઠેઠ   સુધીનો સંગાથ કરજો.

હે પ્રભુ, મને   મોક્ષ સિવાય આ જગતની બીજી   કોઈ પણ વિનાશી ચીજ   ખપતી નથી. મારો આવતો   ભવ આપના ચરણમાં ને   શરણમાં જ હોજો.

‘દાદા ભગવાનના અસીમ   જય જયકાર હો’ બોલ્યા કરવું.

(અંતિમ સમય જેનો આવી   ગયો તેવી વ્યક્તિ, પોતાનું   નામ લે.)

(આ પ્રમાણે તે   વ્યક્તિએ વારંવાર બોલવું અથવા કોઈએ એ   વ્યક્તિ પાસે વારંવાર બોલાવવું.)

મૃત્યુ પામેલી વ્યક્તિ પ્રત્યે પ્રાર્થના !

પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ,   પ્રત્યક્ષ સીમંધર સ્વામીની સાક્ષીએ, દેહધારી ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ,   નોકર્મથી ભિન્ન એવા હે શુધ્ધાત્મા   ભગવાન, આપ એવી કૃપા   કરો કે જ્યાં હોય   ત્યાં સુખ-શાંતિને પામો.   મોક્ષને પામો.

આજ દિનની અદ્યક્ષણ   પર્યંત મારાથી પ્રત્યે રાગ-દ્વેષ, કષાયો   થયાં હોય, તેની માફી   માગું છું. હ્રદયપૂર્વક પસ્તાવો   કરું છું. મને માફ   કરો અને ફરી એવાં   દોષો ક્યારેય પણ ના થાય   એવી શક્તિ આપો.

મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ લેવું.

(આ પ્રમાણે પ્રાર્થના   વારંવાર કરવી. પછી જેટલી વખત   મૃત્યુ પામેલી વ્યક્તિ યાદ આવે ત્યારે   ત્યારે આ પ્રાર્થના કરવી.)

पुनर्जन्म

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ।। …गीता २ /२ २
गीता २ .२ २ में भगवान कृष्ण ने कहा है :
जैसे मनुष्य पुराने वस्त्रों को त्याग कर दूसरे नये वस्त्रों को ग्रहण करता है, वैसे ही जीवात्मा पुराने शरीरों को त्याग कर दूसरे नये शरीरों को प्राप्त होता है
… … ८ ४ लाख जीवों में एक मनुष्य ही है जो सबसे उतम बताया गया है इसके अतरिक्त सभी भोग योनि में है । इसी लिए मानवीय जीवन का उपयोगअच्छे कार्यों में लगाने ही हिदायत दी जातीहै ।
सर्वप्रथम जीवआत्मा अध्यात्मिक अवस्था में होती है तथा वही जी वआत्मा देह धारण करती है तथा उसी देह द्वारा किया गये उच्च अथवा नीच कर्मों के अनुसार गति को प्राप्त होती है जैसे कोई जिव-जंतु पेड़ पोधा आदि । तथा पूर्ण ८ ४ लाख योनियों में भटकने के पश्चात पुनः मानव शरीर ग्रहण करती है और पुनर्जन्म की प्रक्रिया से बाहर निकलने का एक अवसर और प्राप्त करती है । इस प्रकार मोक्ष प्राप्ति तक इसी कालचक्र में फंसी रहती है ।
– श्रीमदभागवत 4.29.2
महर्षि कपिल के सांख्यशास्त्र के अनुसार :-
जीव शरीर का निर्माण इस रीति से हुआ कि :-
त्रिगुणात्मक प्रकृति से बुद्धि, अहंकार,मन,
सात्विक अहंकार से पाँच ज्ञानेंद्रिय (चक्षु, श्रोत्र, रसना, घ्राण, त्वचा),
ताम्सिक अहंकार से पाँच कर्मेंन्द्रिय (वाक्, हस्त, पैर, उपस्थ, पायु),
पंच तन्मात्र (पृथ्वि, अग्नि, जल, वायु, आकाश)
पाँच विषय (रूप,रस,गंध,स्पर्श,द­­ृष्य)
और इस चौबिस प्रकार के अचेतन जगत के अतिरिक्तपच्चीसवाँ चेतन पुरुष (आत्मा) ।
शरीर के दो भेद हैं :-
सूक्ष्म शरीर जिसमें :- [बुद्धि ,अहंकार, मन]
स्थूल शरीर जिसमें :-[ पाँच ज्ञानेंद्रिय (चक्षु, श्रोत्र, रसना, घ्राण, त्वचा), पाँच कर्मेंन्द्रिय (वाक्, हस्त, पैर, उपस्थ, पायु), पंच तन्मात्र (पृथ्वि, अग्नि, जल, वायु, आकाश )]
जब मृत्यु होती है तब केवल स्थूल शरीर ही छूटता है, पर सूक्ष्म शरीर पूरे एक सृष्टि काल ( 4320000000 वर्ष ) तक आत्मा के साथ सदायुक्त रहता है और प्रलय के समय में यह सूक्ष्म शरीर भी अपने मूल कारण प्रकृति मेंलीन हो जाता है । बार बार जन्म और मृत्यु का यह क्रम चलता रहता है शरीर पर शरीर बदलता रहता है पर आत्मा से युक्त वह शूक्ष्म शरीर सदा वही रहता है जो कि सृष्टि रचना के समय आत्मा को मिला था , पर हर नये जन्म पर नया स्थूल शरीर जीवात्मा को मिलता रहता है । जिस कारण हर जन्म के कुछ न कुछ विषय हमारी शूक्ष्म बुद्धि में बसे रहते हैं और कोई न कोई किसी न किसी जन्म में कभी न कभी वह विषय पुनः जागृत हो जाते हैं जिस कारण वह लोग जिनको कि शरीर परिवर्तन का वह विज्ञान नहींपता वह लोग इसको भूत बाधा या कोई शैतान आदि का साया समझ कर भयभीत होते रहते हैं ।
पृथ्वी के सभी जीवों में यह बात देखी जाती है कि जिस विषय का अनुभव उनको होता है उस विषयकि जब पुनावृत्ति का आभास जब उन्हें होता है तब उनकी बुद्धि उस विषय में सतर्क रहती है । और देखा गया है कि पृथ्वी का हर जीव मृत्यु नामक दुख से भयभीत होता है और बचने के लिये यत्न करता है , वह उस स्थान से दूर चला जाना चाहता है जहाँ पर मृत्यु की आशंका है , उसे लगता है कि कहीं औरचले जाने से उसका इस मृत्यु दुख से छुटकारा हो जायेगा । अब यहाँ समझने वाली बात यह है कि किसने उस जीव को यह प्रेरणा दी यह सब करने कि? तो यही तथ्य सामने आता है कि यह सब उसके पूर्व मृत्यु के अनुभव के कारण ही है, क्योंकि मृत्यु का अनुभव उसे पूर्व जन्म में हो चुका है जिस कारण वह अनुभव का ज्ञान जो उसकी सूक्ष्म बुद्धि में छुपा थावह उस विषय कि पुनावृत्ति के होने से दुबारा जाग्रत हो गया है । जैसा कि पहले भी कहा गया है कि मृत्यु केवल स्थूल शरीर की हुआ करती है, तो सूक्ष्म शरीर तो वही है जो पहले था और अब भी वही है । जिस कारण यह सिद्ध होता हैकि पुनर्जन्म का सिद्धांत प्रत्यक्ष आदि प्रमाणों से सिद्ध है

आधुनिक विज्ञान का मत :
यधपि पुनर्जन्म का सत्यापन विज्ञानं द्वारा या उपकरणों, यंत्रों आदि द्वारा किया जाना समभव तो नही परन्तु इसे Einstein के इस सिधांत द्वारा समझा जा सकता है :
उर्जा न ही पैदा की जा सकती है और न ही नष्ट कीजा सकती है केवल एक रूप से दुसरे रूप में बदलीजा सकती है ।
हमारे भोतिक शरीर को चलाने वाली शक्ति उर्जा ही तो है जिसे आत्मा भी कहते है जो एक रूप से दुसरे रूप में प्रवेश करती है ।
उपरोक्त सिधांत Einstein ने पूरा का पूरा गीतासे चोरा था :
न जायते म्रियते वा कदाचिन्-
नायं भूत्वा भविता वा न भूय: ।
अजो नित्य: शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे ।। … गीता २ /२ ०
यह आत्मा किसी काल में भी न तो जन्मता है और न मरता ही है तथा न यह उत्पन्न होकर फिर होने वाला ही है; क्योंकि यह अजन्मा, नित्य, सनातन और पुरातन है, शरीर के मारे जाने पर भी यह नहीं मारा जाता ।वासांसि जीर्णानि यथा विहायनवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ।। …गीता २ /२ २
Einstein ने उपरोक्त दोनों श्लोकों को मिला दिया तथा Soul को energy कहा बाकि सारा ज्यों का त्यों चेप दिया और अपना सिधांत कह कर जगत में ढंढ़ोंरा पिटा ।
“When I read the Bhagavad-Gita and reflect about how God created this   universe everything else seems so superfluous.”
― Albert Einstein
खेर मुद्दे पर आते है ।
ऐसे कई प्रमाण अवश्य है जिनमे लोगो को अपने पूर्व जन्म का आंशिक से लेकर पूर्ण स्मरण हो

Advertisements

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s