ૐ શ્રી ગણેશાય નમઃ

ૐ શ્રી મારૂતિનંદન વિજયતે

શ્રી રામ જય રામ જય જય રામ

*******************************

mulashankar_trivedi.jpg

અહીં અમારા પૂજ્ય સ્વ. વૈદ શ્રી. મૂળશંકર પુંજીરામ ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ રજુ કરવામાં આવશે. તેઓ મૂળજી અથવા કલિ તુલસી તરીકે પણ જાણીતા હતા. તેમની રચનાઓ પુસ્તકાકારે  ‘તુલસીદલ’ નામથી ઇ.સ. 1991 માં તુલસી વિદ્યા સંગમ દ્વારા પ્રકાશિત કરાઇ હતી.

ડો. કુ. ભાનુબેન મૂ. ત્રિવેદી [એમ. ફાર્મ., પી.એચ.ડી. – પ્રાગ , ઝેકોસ્લોવેકીયા]   અને ત્રિવેદી પરિવાર

Trivedi Parivar

Dr.Miss Bhanooben M. Trivedi, M. Pharm, Ph Dr – Prague, Czechoslovakia
Retired principle – L.M. College of Pharmacy, Amadavad, India
Dr. Rajendra  M. Trivedi –

http://gujaratisahityasangam.wordpress.com/2009/01/15/haasyadarabar-ane-tulasidal-drrajendra-trivedi

http://gadyasoor.wordpress.com/2012/04/28/raatri/
પ્રસ્તાવના :

Written By Pujya shri Krashnashanker Shastriji of Bhagawat  Vidyapeeth, Sola, Gujarat, India.

પ્રસ્તાવના
=========
શ્રી હરિશરણ, ચરણ અને સ્મરણનો નૈસર્ગિક આનંદ કેવળ શ્રી. કૃષ્ણાનુગ્રહનું સરસફલ છે. આનંદની ક્ષુધા અને પિપાસા પ્રાણીમાત્રને સહજ હોય, એમાં આશ્ચર્ય નથી, કારણકે, આત્માનું સહજ સ્વરૂપ છે કેવલ આનંદ. સત્ય અને ચૈતન્યના ઉત્તરદલમાં આનંદ એ એક જ પૂર્ણદલ છે. કેવલ આનંદનું નૈસર્ગિક સ્વરૂપ સર્વને વિદિત નથી. “सो रसो वै सः रसम् एनम् लब्ध्वा हि आनन्दा भवति ।“ આ આનંદનો પરિચય ભગવાન વેદ છે. આનંદ સ્વરૂપ શ્રીહરિનું આસ્વાદન કેવલ ભગવાનની અહૈતુકી સેવા, નૈસર્ગિક ગુણગાથા, લીલાગાથા અને નામ સંકીર્તનથી સહજ સુલભ છે. સ્થાવર જંગમને આનંદનું દાન ભગવાનના ગુણગાનથી છે. આ ગુણગાનનો આસ્વાદ શ્રીહરિના અનુગ્રહથી પરમકોમલ હૃદય શ્રી. મૂળશંકરભાઇને સુલભ બન્યો. સર્વથા હરિ ગુણગાનપાન માત્ર જીવી શ્રી. મૂળશંકરભાઇનાં શ્રી હરિચરણે સમર્પિત કરવા આ ભક્તિરસ સભર પદપદથી વિલસિત ભજન પદાવલી સ્વરૂપ આ તુલસીદલનાં દર્શન – કીર્તનથી સહજ સુલભ થાય છે. આ અનુભૂતિનો સ્વાદ છે . સ્વાદ લઇ જાણો.

– અકિંચન કૃષ્ણશંકર

એક પ્રતિભાવ »

  1. Dear Sir,
    I m a music teacher in Jawahar Navodaya Vidyalaya, Vadnagar (Dist. :Mehsana,Gujarat) which is an autonomous organization under the ministry of H.R.D. (Department of Education(Govt. of India)

    I want to know if the Ramayana is written in Gujarati & where can I find it?

  2. OUR GRAND-CHILDERN CAN NOT READ THIS WEBSITE,
    LOOKING AT THE DADAJ ‘ S PICTURE AND READING THE COMMENTS.
    THEY WISH TO JOIN TO SAY THAT WE ALL ARE TAKEING PRIDE TO BE THE GRAND CHILDREN AND CHILDREN OF BA AND DADAJI AND BE THE TRIVEDI .
    BA AND DADAJI ARE IN OUR HEART FOR EVER.

    DADAJI’S BHAJAN’S IN TULSIDAL IS HIS LOVE FOR GOD AND TRUST UNTIL HIS LAST BREATH WHICH ALL OF US WILL HAVE IT FROM THEIR BLESSING.

    DHAVAL,
    RAGEEN AND MONICA,
    JAGDEEP AND HEENA.
    GEETA AND RAJENDRA
    HARSH,HEMALI,ZILL AND REA
    KAILAS AND JITENDRA
    JYOTI AND BHANOO
    DEVANG AND KATHY,
    SHIVANI, APARNA AND VIJAY SHAH
    ANANT VIJAY AND FAMILY OFSHUKA AND HANDE, PATEL AND SHAHS.

  3. Respected Dr. Rajubhai,

    It is in deed my pleasure to have such nice emails conveying good messages from you directly.
    However Chandranshubhai is forwarding me the various mails send by you.
    Any way I am remembering you and your all family members (Brothers / Sisters & parents) particularly when I am thinking about our associations with ” Havelini Pole na Ganya Ganthya Saara Kutumbo”.
    If my memory doesn’t wrong the nemes of brothers and sisters are- Anantbahi, Jitubhai, Rajubahi, Bhanuben, Jyotiben and Aparnaben.How are all of them? Convey my regards to all of them and their families.
    Please write me about your family as & when you gets time.

    WithRegards from:
    Pratik- Urmi(Jolly).
    My Daughters :Tejal(Married to Tejas Parikh in Jan.07),Noopur nad Naman.

  4. tane kya khbar
    samay ane sanjogo ni hoi chhe vyatha
    tane kya khabar che ke amai chhe ktli maja
    sagar ane reti ni hoi chhe vyatha
    tane kya khabar ke dubavama ketli maja
    phool ane kata ni hoi chhe vyatha
    tane kya khabar chhe ke khusboo ma chhe ktli maja
    jivan ane maran ni hoi chhe vyatha
    tane kya khabar ke milan ni chhe ktli maja

  5. Dear Sir,

    I think the geet might be typed at your Blog and then it travels at parimiti and than Bhajanamrutwani.

    Our aim is to publish good thing.

    I have visited Tulsidal. It’s a very good Blog having good information and articles.

    Thanks to come at bhajanamrutwani and I welcome your knowledge share with your comments.

    Atul

    —– Original Message —–
    From: “dhavalrajgeera”
    To:
    Sent: Sunday, November 09, 2008 9:21 PM
    Subject: [ભજનામૃત + અમૃતવાણી = ભજનામૃતવાણી] Comment: “સંન્યાસીનું ગીત – સ્વામી વિવેકાનંદ”

  6. hi..it is nice to go through your blog…keep writing the good one..
    by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

    are u using the same…?

    Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

    popularize and protect the Native Language…

    Maa Tuje Salaam…

  7. વાંચે ગુજરાત
    ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
    ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
    ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
    આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

  8. Hi,
    First of all, a hearty thanks and congrats for this beautiful website. I came across this today for the first time.
    Though being a proud Gujarati, I had lost touch with these poems, bhajans etc since past almost 8 yrs – right from the time I cleared 10th standard.
    I have always felt so proud about the Indus culture, especially the rich Gujarati culture. I have been reading English novels and blogs and poems, but have not seen so beautiful expression of feelings as that in Gujarati.
    I went through many pages today itself. I got something that my soul was searching for since long. As a student of MBA, and being surrounded by all non-gujjus, at a far far away state, this website has refreshed me and brought a twinkle in my eyes.
    After so long, I am reading Gujarati. Thanks a tonne. I have already sent the link to all friends. 🙂
    N yes, if I could be of any help, kindly let me know. It would be my pleasure.
    Eeshita.

  9. Thursday, August 02, 2007

    પ્રસ્તાવના :
    પ્રસ્તાવના March 2, 2007
    સુરેશ @ 10:19 pm
    શ્રી હરિશરણ, ચરણ અને સ્મરણનો નૈસર્ગિક આનંદ કેવળ શ્રી. કૃષ્ણાનુગ્રહનું સરસફલ છે. આનંદની ક્ષુધા અને પિપાસા પ્રાણીમાત્રને સહજ હોય, એમાં આશ્ચર્ય નથી, કારણકે, આત્માનું સહજ સ્વરૂપ છે કેવલ આનંદ. સત્ય અને ચૈતન્યના ઉત્તરદલમાં આનંદ એ એક જ પૂર્ણદલ છે. કેવલ આનંદનું નૈસર્ગિક સ્વરૂપ સર્વને વિદિત નથી. “सो रसो वै सः रसम् एनम् लब्ध्वा हि आनन्दा भवति ।“ આ આનંદનો પરિચય ભગવાન વેદ છે. આનંદ સ્વરૂપ શ્રીહરિનું આસ્વાદન કેવલ ભગવાનની અહૈતુકી સેવા, નૈસર્ગિક ગુણગાથા, લીલાગાથા અને નામ સંકીર્તનથી સહજ સુલભ છે. સ્થાવર જંગમને આનંદનું દાન ભગવાનના ગુણગાનથી છે. આ ગુણગાનનો આસ્વાદ શ્રીહરિના અનુગ્રહથી પરમકોમલ હૃદય શ્રી. મૂળશંકરભાઇને સુલભ બન્યો. સર્વથા હરિ ગુણગાનપાન માત્ર જીવી શ્રી. મૂળશંકરભાઇનાં શ્રી હરિચરણે સમર્પિત કરવા આ ભક્તિરસ સભર પદપદથી વિલસિત ભજન પદાવલી સ્વરૂપ આ તુલસીદલનાં દર્શન – કીર્તનથી સહજ સુલભ થાય છે. આ અનુભૂતિનો સ્વાદ છે . સ્વાદ લઇ જાણો.

    – અકિંચન કૃષ્ણશંકર

    # posted by DHAVALRAJGEERA @ 5:50 AM
    Comments:
    THE BHAJAN BOOK ” TULSIDAL ” WAS PUBLISHED IN JANUARY 1991 BY THE TRIVEDI PRIVAR.
    THIS “PRASTAVANA” WAS WRITTEN BY SHRI KRASHNASHANKER SHASTRIJI OF BHAGAWAT VIDYAPITH,SOLA,GUJARAT.

    VAIDYA MULSHANKER PUNJJIRAM TRIVEDI ALSO KNOWN AS
    “MULAJI”
    “KALI TULSI” WAS HONORED BY
    SHRI K.K. SHASTRI AT DR. BHANUBEN TRIVEDI’S HOME.
    THIS SAINT(OUR FATHER)WAS LIVING WITH OUR MOTHER THERE.
    OUR MOTHER AND OUR FATHER ARE IN OUR HEART AND BLESSING ALL.
    posted by DHAVALRAJGEERA

  10. Rajendrabhai and family;
    Jay Shri krishna,
    I talked yesterday with my old friend Vinodbhai Patel of SanDiago CA and your YAAD came on my mind , when he mentioned your name. then I read your comments also on his blog. Now I got to know your good work also , this one, TULASI DAL. Congratulations.
    Let us keep in touch.
    Incidentally Rama & I are very much impressed with Shri RaamBhadraacharyaji’s Katha.

  11. નમસ્કાર!
    આપનો બ્લોગ ”તુલસીદલ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  12. ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.

    શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.

    નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.

    વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.

    આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :
    1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
    1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
    1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
    ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
    ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
    1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
    ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
    એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
    ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
    ‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
    ‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
    ‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
    ‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
    પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
    જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી 

    ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.

    એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે.

    તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.

    જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
    જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

  13. માનનીય શ્રી,

    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.

    સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
    ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703

    ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.

    આભાર,
    ગુજરાતીલેક્સિકોન ટીમ.

  14. *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
    વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
    વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
    નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
    સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
    ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
    ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
    *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
    * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
    વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
    ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
    * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
    બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
    ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
    વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
    ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
    છે.
    * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
    ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
    શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
    શીખવી સરળ બની જશે.
    * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
    વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
    ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
    મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
    તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
    “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
    રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
    રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
    કટિબદ્ધ છે.
    *ગુજરાતીલેક્સિકોન વિશે : *
    45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
    ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
    સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
    *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
    મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
    વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
    ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
    લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
    *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
    (*http://global.gujaratilexicon.com/
    *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
    ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
    છે.
    ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
    ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
    આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
    લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
    ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
    રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
    વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
    સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
    વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
    શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
    સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
    Phone : +91 79 40049325 / +91 9825263050

Leave a reply to Mr. Sameer Trivedi જવાબ રદ કરો