પે’લા તે પે’લા જુગમા રાણી – લોકગીત
લોકગીત
સ્વર,સંગીત – ???
http://www.4shared.com/embed/230821455/50a7910b
http://www.4shared.com/embed/229401209/74db8381
પે’લા તે પે’લા જુગમા રાણી
તુ હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં
હોજી રે અમે રે પોપટ રાજા રામનાં.
ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે
સૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં
હે… બીજા-બીજા જુગમાં રાણી,
તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,
મધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો
પડતાં છાંડ્યા મારા પ્રાણ રાણી પીંગળા
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં
હે….ત્રીજા ત્રીજા જુગમા રાણી
તું હતી બ્રાહ્મણીને અમે રે તપેશ્વર રાજા રામના
ખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે,
ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં
ચોથા ચોથા જુગમા રાણી
તું હતી પીંગળા ને અમે રે ભરતરી રાજા રામનાં
હે…. ચાર ચાર યુગમાં વાસ હતોને
તોય ના હાલી મારી સાથ રણી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં
We love this Bhajan and put in Tulsidal…
Thanks અભિષેક:
Read more: અભિષેક: પે’લા તે પે’લા જુગમા રાણી – લોકગીત http://www.krutesh.info/2010/03/blog-post_2659.html#ixzz1eaP0M7A7
આદરણીય ડો. શ્રી રાજેન્દ્રભાઈ,
તુલસીદલ લઈને પાવન થયા પૂર્યા છે મન કોડ
ભાવતા ભજનો માણવા મળ્યા થયા છીએ રાજી રેડ