હરીના નામનો – સંત પુનીત

સામાન્ય

હરીના નામનો હો! એક જ આધાર છે.
જીવનસંગ્રામનો હો! એક જ આધાર છે.

કીર્તન કરે ચીત્ત દર્પણને ઉજળું,
પાપો  ધોવાનો હો! એક જ આધાર છે.

તાપે તપેલાને મારગમાં ઝાડ છે,
આશ્રય લેવાનો હો! એક જ આધાર છે.

કડવી આ લીંબડીમાં મીઠી એ ડાળ છે,
અમૃત પીવાનો હો! એક જ આધાર છે.

દુખોને દરીયે ‘પુનીત’ એ બેટ છે,
બેસી જવાનો હો! એક જ આધાર છે.

સંત પુનીત

એક પ્રતિભાવ »

  1. પુનીત મહારાજનું આ મને સૌથી ગમતું ભજન છે. મારો જય એક વર્શનો હતો ત્યારથી તે આ સાંભળતો આવ્યો છે. તેને ‘તાપે તપેલાને…’ નો રવ બહુ જ ગમે છે.

Leave a comment